ગુજરાત

gujarat

ETV Bharat / state

પોરબંદર કોરોના અપડેટ: શુક્રવારે વધુ 9 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા, 241 લોકો સંક્રમિત - Porbandar Corona update

પોરબંદર જિલ્લામાં શુક્રવારે કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં ફરી એકવાર ઉમેરો થયો છે. જિલ્લામાં વધુ 9 પોઝિટિવ કેસ સામે આવતા કુલ સંક્રમિત લોકોની સંખ્યા 241 પર પહોંચી છે. જેમાંથી 80 કેસ હાલ એક્ટિવ છે તેમજ 11 દર્દીઓના મોત થયા છે.

પોરબંદર કોરોના અપડેટ : શુક્રવારે વધુ 9 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા, 241 લોકો સંક્રમિત
પોરબંદર કોરોના અપડેટ : શુક્રવારે વધુ 9 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા, 241 લોકો સંક્રમિત

By

Published : Aug 7, 2020, 6:26 PM IST

પોરબંદર: પોરબંદરમાં શુક્રવારે 9 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે જેમાં કુતિયાણાની ચુનારી વાસમાં રહેતી 19 વર્ષીય યુવતી અને વાડી પ્લોટ શેરી નંબર એકમાં રહેતા 71 વર્ષની મહિલા એમ 2 દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. પોરબંદર જિલ્લાના આધાર કાર્ડ મુજબના રહેવાસીઓએ રાજકોટમાં ટેસ્ટ કરાવ્યો હતો ત્યાં પણ તેમનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમની સારવાર રાજકોટની હોસ્પિટલમાં ચાલી રહી છે.

આ ઉપરાંત પોરબંદરમાં જુરીબાગ શેરી નંબર એકમાં રહેતી 61 વર્ષની મહિલા, જુરીબાગ મેઇન રોડ માછલી ઘર પાસે રહેતા 37 વર્ષીય પુરુષનો તથા પારસ નગર મોઢા સ્કૂલ સામે ખાપટમાં રહેતી 52 વર્ષની મહિલાનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે.

વાઘેશ્વરી પ્લોટમાં રહેતા 75 વર્ષીય મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, દેવ દર્શન એપાર્ટમેન્ટ પાછળ છાયા ચોકી વિસ્તારમાં રહેતા 58 વર્ષના પુરુષનો તથા બિલ પર હોળી ચોક શેરી નંબર 9 માં રહેતા 28 વર્ષના પુરુષનો અને વાઘેશ્વરી પ્લોટ પોરબંદરમાં 50 વર્ષના પુરુષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા છે. આ તમામની સારવાર ભાવસિંહજી હોસ્પિટલમાં કરવામાં આવી રહી છે.

પોરબંદરમાં હાલ કોરોના સારવાર માટેની ભાવસિંહજી હોસ્પિટલ ખાતે 12 દર્દીઓ તથા કોવિડ કેર સેન્ટર ખાતે 12 દર્દીઓ તેમજ અન્ય જિલ્લાની હોસ્પિટલ ખાતે સારવાર હેઠળના દર્દીઓ મળી કુલ 80 દર્દીઓ હાલ એક્ટિવ છે.

શુક્રવારે નોંધાયેલા 9 કોરોના કેસ સાથે પોરબંદરમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 241 થઈ છે, જેમાં પોરબંદર જિલ્લાના 194 અને અન્ય રાજ્ય અને જિલ્લામાંથી આવેલ 47 દર્દીઓનો સમાવેશ થાય છે તેમ વહીવટીતંત્ર દ્વારા જણાવવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં પોરબંદર જિલ્લાના 10 અને અન્ય જિલ્લાના તથા રાજ્યના 1 મળી કુલ 11 દર્દીઓના મોત કોરોનાના કારણે થયા છે .

ABOUT THE AUTHOR

...view details