ગુજરાત

gujarat

ETV Bharat / state

પોરબંદરની 8 વર્ષની પ્રિન્સીએ યોગમાં તોડ્યો વર્લ્ડ રેકોર્ડ - વર્લ્ડ રેકોર્ડ

વિશ્વ લેવલે યોગના પ્રચાર-પ્રસાર બાદ આધુનિક યુગમાં બાળકો પણ યોગ તરફ વધુ રસ લેતા થયા છે. ત્યારે પોરબંદરની 8 વર્ષની પ્રિન્સીએ માત્ર 4:4:16 મિનિટમાં 101 યોગ નામ સાથે કરી વર્લ્ડ રેકોર્ડ (world record)બનાવ્યો છે.

પોરબંદરની 8 વર્ષની પ્રિન્સીએ યોગમાં તોડ્યો વર્લ્ડ રેકોર્ડ
પોરબંદરની 8 વર્ષની પ્રિન્સીએ યોગમાં તોડ્યો વર્લ્ડ રેકોર્ડ

By

Published : Aug 10, 2021, 2:22 PM IST

  • 8 વર્ષની પ્રિન્સીને વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયામાં સ્થાન મળ્યું
  • પ્રિન્સીએ પાણી ભરેલા ટબમાં 1 મિનિટમાં 30 યોગા કરી રેકોર્ડ બનાવ્યો
  • પ્રિન્સીએ માત્ર 4:4:16 મિનિટમાં 101 યોગા કર્યા

પોરબંદર: સામાન્ય રીતે વૃદ્ધ લોકો રોગમાંથી મુક્તિ મેળવવા યોગ અને પ્રાણાયામ કરતા હોય છે, પરંતું વિશ્વ લેવલે યોગના પ્રચાર-પ્રસાર બાદ આધુનિક યુગમાં બાળકો પણ યોગ તરફ વધુ રસ લેતા થયા છે. પોરબંદરની 8 વર્ષની પ્રિન્સીએ માત્ર 4:4:16 મિનિટમાં 101 યોગ નામ સાથે કર્યા હતા તેમજ પાણી ભરેલા ટબમાં 1 મિનિટમાં 30 યોગ કરી રેકોર્ડ (world record) બનાવ્યો છે અને યોગમાં વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયા(World Record of India)માં સ્થાન મેળવ્યું છે.

પોરબંદરની 8 વર્ષની પ્રિન્સીએ યોગમાં તોડ્યો વર્લ્ડ રેકોર્ડ

આ પણ વાંચો- ...તો શું આ ભારતીય યુવકે તોડ્યો ઉસૈન બોલ્ટનો વર્લ્ડ રેકોર્ડ?, જાણો વિગત

પ્રિન્સીએ યોગ ક્ષેત્રે પોરબંદરનું ગૌરવ વધાર્યું

પોરબંદરના છાયા વિસ્તારમાં રહેતી 8 વર્ષની પ્રિન્સી મહેશભાઈ જેઠવાએ યોગ ક્ષેત્રે 2 રેકોર્ડ બનાવ્યા છે. પોરબંદરમાં માત્ર 8 વર્ષની પ્રિન્સીએ વર્લ્ડ રેકોર્ડસ ઓફ ઇન્ડિયામાં સ્થાન મેળવી યોગ ક્ષેત્રે પોરબંદરનું ગૌરવ વધાર્યું છે. પ્રિન્સી યોગ ટ્રેનર માનસી નારણકાના માર્ગદર્શન હેઠળ તૈયાર થઈ છે.

ભુજના યોગ ટીચરનો રેકોર્ડ તોડી નવો રેકોર્ડ બનાવ્યો

પ્રિન્સીએ કચ્છ-ભુજના યોગ ટ્રેનરનો જૂનો રેકોર્ડ તોડ્યો હતો. ભુજના યોગ ટ્રેનરે 10 મિનિટમાં 73 યોગ કરી રેકોર્ડ બનાવ્યો હતો. જે પોરબંદરની પ્રિન્સીએ 4.4 મિનિટ અને 17 સેકન્ડમાં 101 યોગ નામ સાથે કરી બતાવ્યા હતા અને જૂનો રેકોર્ડ તોડી નવો રેકોર્ડ (world record)બનાવ્યો છે.

પોરબંદરની 8 વર્ષની પ્રિન્સીએ યોગમાં તોડ્યો વર્લ્ડ રેકોર્ડ

આ પણ વાંચો- દિવ્યાંશે રાષ્ટ્રીય શૂટિંગના ટ્રાયલ્સમાં ફાઇનલનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો

પ્રિન્સીએ પાણી ભરેલા ટબમાં 1 મિનિટમાં 30 જેટલા જુદા-જુદા યોગ કરી રેકોર્ડ બનાવ્યો

આ ઉપરાંત પ્રિન્સીએ પાણી ભરેલા ટબમાં 1 મિનિટમાં 30 જેટલા જુદા-જુદા યોગ કરી રેકોર્ડ (world record) બનાવ્યો છે. વર્લ્ડ રેકોર્ડસ ઓફ ઇન્ડિયાના પ્રેસિડેન્ટ પવન સોલંકી ઉપસ્થિત રહી પ્રિન્સીને આ રેકોર્ડસ બદલ સર્ટિફિકેટ તેમજ મેડલ આપી સન્માનિત કરી હતી.

ABOUT THE AUTHOR

...view details