ETV Bharat Gujarat

ગુજરાત

gujarat

ETV Bharat / state

પોરબંદર: સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેન સહિત 8 સામે લોકડાઉન જાહેરનામાના ભંગનો ગુનો નોંધાયો - 8 persons including Bharat Mulubhai Mayariya

પોરબંદર નગરપાલિકાના સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેન સહિતના 8 વ્યકિતઓ લોકડાઉનના જાહેરનામાનો ભંગ કરી બહાર આંટા મારતા હતા. જેમની સામે લોકડાઉન જાહેરનામાના ભંગનો ગુનો નોંધાયો હતો.

પોરબંદર નગરપાલિકાના સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન સહિત 8 વ્યકિતઓ સામે લોકડાઉન જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો
પોરબંદર નગરપાલિકાના સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન સહિત 8 વ્યકિતઓ સામે લોકડાઉન જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો
author img

By

Published : Apr 20, 2020, 5:21 PM IST

પોરબંદરઃ નગરપાલિકાના સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેન સહિતના 8 વ્યકિતઓ લોકડાઉનના જાહેરનામાનો ભંગ કરી બહાર આંટા મારતા હતા. જેમની સામે લોકડાઉન જાહેરનામાના ભંગનો ગુનો નોંધાયો હતો.
સરકાર દ્વારા કોરોનાના સંક્રમણની સંભાવનાને ઘટાડવા બિનજરૂરી ઘરની બહાર નીકળી અવર-જવર કરતા લોકો પર જાહેર હિત માટે પ્રતિબંધનું જાહેરનામું અમલી હોવા છતાં મીલપરા રોડ પર પાલિકાના સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન ભરતભાઇ મૂળુભાઇ મૈયારીયા, વિજય પરબતભાઇ ખુંટી, પ્રશાંત ભરતભાઇ સીસોદીયા, ગાંગાભાઇ ભોગેસરા, કેશુ મુરુ મૈયારીયા, હિરેન રામભા ઓડેદરા, કૈલાશ રામભાઇ ઓડેદરા, લોકડાઉન જાહેરનામાનો ભંગ કરીને ઘરની બહાર નીકળતા આંટા મારતા હતા ત્યારે પેટ્રોલીંગમાં નીકળેલા પોલીસ કોન્સ્ટેબલ કૃણાલસિંહ પ્રવિણસિંહે તેમને પકડીને જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો છે.

તે દરમિયાન ઘર બહાર આંટાફેરા કરતા પ્રતાપભાઇ મોઢવાડીયા નાસી ગયા હતા. પોલીસે કલમ 269, 188, 114 J.P એક્ટ કલમ 139 મુજબ ગુનો નોંધ્યો છે.

ABOUT THE AUTHOR

author-img

...view details