પોરબંદરઃ રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે, ત્યારે પોરબંદરમાં શનિવારે નવા 8 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે અત્યાર સુધીમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 680 થયા છે.
પોરબંદરમાં કોરોનાના નવા 8 કેસ નોંધાયા, કુલ કેસની સંખ્યા 680 થઈ
રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે, ત્યારે પોરબંદરમાં શનિવારે નવા 8 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે અત્યાર સુધીમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 680 થયા છે. તેમજ શનિવારે 2 દર્દીઓ સ્વસ્થ થતા તેને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.
શહેરના છાયામાં રહેતા 40 વર્ષના પુરુષ તેમજ 12 વર્ષની બાળકી, કડિયા પ્લોટમાં રહેતા 41 વર્ષના પુરુષ, મોઢવાડા ગામે રહેતા 32 વર્ષના પુરુષ, જાગનાથ સોસાયટીમાં રહેતા 52 વર્ષના પુરુષ, ફરેર ગામે રહેતા 60 વર્ષના પુરુષ, છાંયામાં રહેતી 35 વર્ષની મહિલા અને ઝુંડાળામાં રહેતા 42 વર્ષના પુરુષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
જિલ્લામાં શનિવારે 02 દર્દીઓ સ્વસ્થ થતા તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. અત્યાર સુધીમાં કોરોનાના કારણે મોતનો આંકડો 64 સુધી પહોંચ્યો છે. પોરબંદરમાં હાલ એક્ટિવ દર્દીઓની સંખ્યા 52 છે. જેમા 24 દર્દીઓ પોરબંદર હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહ્યા છે. તથા અન્ય જિલ્લા રાજ્ય ખાતે 17 દર્દીઓ, પોરબંદર જિલ્લાથી કરેલા હોમ આઇસોલેશનમાં 08 દર્દી અને અન્ય જિલ્લામાથી કરેલા હોમ આઇસોલેશન 01 દર્દી તથા સ્ટેટ્સ પેન્ડિંગ રિપોર્ટ 02 દર્દીઓ છે.