INAS 314
ડોર્નિયર હવાઈ જહાજોએ ભારતીય નૌકા સેનામાં લગભગ ત્રણ દાયકાની સેવા પૂરી કરી છે. તે સર્વેલન્સની કામગીરી માટે મુખ્ય વિમાન તેમજ ભારતીય નૌકા દળનું સ્વદેશીકરણ કરવામાં દીવાદાંડી સમાન બન્યા છે. આપણે બધા ઓપરેશન વિજય અને ઓપરેશન પરાક્રમ દરમિયાન તેમની ઉત્કૃષ્ટ કામગીરીથી પરિચિત છીએ.
નવા ચાર સીએસ ડોર્નિયર સામેલ થવાથી INAS 314 એ ભારતીય નૌકાદળનું છઠ્ઠું ડોર્નિયર વિમાન બનશે. INAS 314નું કાર્યસ્થળ વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્ત્વપૂર્ણ હોવાથી ભારતીય નૌકા દળના દરિયાઈ સરહદોનાં સંરક્ષક તરીકે તેનું સ્થાન અગ્રગણ્ય છે. અત્યાધુનિક સેન્સર્સ અને ટેક્નોલોજીથી સજ્જ INAS 314 ઉત્તર અરબી સમુદ્રમાં નજર રાખવાની કામગીરી પાર પાડવામાં હંમેશા મોખરે રહેશે.
ભારતીય નૌકાદળ નવા સામેલ કરવામાં આવેલા આ ડોર્નિયરનો સ્વીકાર કરનાર અને એનું સંચાલન કરનારા ભારતીય સેનાનું પ્રથમ દળ બન્યું છે, જે ગ્લાસની કોકપિટ, અત્યાધુનિક સર્વેલન્સ રડાર, ઇલેક્ટ્રોનિકલ ઇન્ટેલિજન્સ (ELINT) સેન્સર્સ, ઓપ્ટિકલ સેન્સર અને નેટવર્કિંગ ખાસિયતો સાથે સજ્જ છે.
આ વિમાનનો ઉપયોગ ઇલેક્ટ્રોનિક યુદ્ધ અભિયાનો, દરિયાઈ સીમાઓ પર નજર રાખવામાં, તપાસ અને બચાવ કામગીરીઓમાં તેમજ વેપન પ્લેટફોર્મને લક્ષિત ડેટા પ્રદાન કરવામાં થઈ શકશે. આ ઉપરાંત મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ અંતર્ગત આ વિમાનો બનાવવામાં આવ્યા છે અને એચ.એ. એલ કંપની દ્વારા બનાવવામાં આવ્યા છે.
ગુજરાતનો દરિયા કાંઠો અતિ સંવેદનશીલ હોય ભૂતકાળમાં મુંબઈ હુમલામાં આતંકવાદીઓએ ગુજરાત જળ સીમાનો ઉપયોગ કર્યો હતો. આ ઉપરાંત ગેરકાયદેસર પ્રવૃતિઓ ડ્રગ્સ સપ્લાય વગેરે જેવી પ્રવૃત્તિને ડામવામાં પણ આધુનિક ટેક્નિક સાથેના આ ડોર્નિયર વિમાનો મહત્વની ભૂમિકા પ્રદાન કરશે તેમ અધિકારીઓએ જણાવ્યું હતું.
નેતૃત્વ