પોરબંદરની એક સ્કૂલના પ્રિન્સિપાલ સાથે સંપર્ક કરતા તેઓએ જણાવ્યું કે, વિદ્યાર્થીઓને આપવામાં આવતી સાઇકલ માટે અત્યારે હાલ દરખાસ્ત મંગાવવામાં આવી છે. આ દરખાસ્ત ભર્યાના એક મહિના બાદ વિદ્યાર્થીઓને સાઇકલ આપવામાં આવશે. પરંતુ મૂળ મુદ્દોએ છે કે, એક મહિના સુધી નવી નક્કોર સાઇકલો જો ખુલ્લા મેદાનમાં પડી હોય તો સાયકલોને કાટ લાગે તે સ્વાભાવિક છે.
ખુલ્લા મેદાનમાં પડેલી 600થી વધુ સાયકલનો કોઈ ધણી નથી! સરકાર પાસે કોઈ વ્યવસ્થા જ નથી - PBR
પોરબંદરઃ સરકાર દ્વારા શાળાના વિદ્યાર્થીનીઓ માટે આપવામાં આવતી 600 જેટલી સાઇકલોને આદર્શ નિવાસી શાળાના ખુલ્લા મેદાનમાં મૂકી રાખવામાં આવેલી છે. ચોમાસાની સિઝનમાં વરસાદના કારણે સાઇકલમાં કાટ લગવાની વધુ શક્યતા હોય છે. જેનાં લીધે સાયકલ ખરાબ પણ થઈ શકે છે. પરંતુ સાઈકલને યોગ્ય સ્થળે રાખવાની વ્યવસ્થા જ કરવામાં આવી ન હોય તેવું સ્પષ્ટપણે દેખાઇ રહ્યું છે. સ્કૂલોમાં એક મહિના બાદ આ સાયકલનું વિતરણ કરવામાં આવશે તેવી માહિતી પ્રાપ્ત થઈ છે. આથી એક મહિના સુધી શું ખુલ્લા મેદાનમાં જ સાયકલો પડી રહેશે?
![ખુલ્લા મેદાનમાં પડેલી 600થી વધુ સાયકલનો કોઈ ધણી નથી! સરકાર પાસે કોઈ વ્યવસ્થા જ નથી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3687650-thumbnail-3x2-pbr.jpg)
PBR
ખુલ્લા મેદાનમાં પડેલી 600થી વધુ સાયકલનો કોઈ ધણી નથી
આ ઉપરાંત મળતી માહિતી મુજબ આ સાયકલો એક મહિના પહેલા આવી ગઈ છે અને તૈયાર થઈ ગયું હોય તેવું જાણવા મળ્યું છે. ત્યારે ખુલ્લા મેદાનમાં પડેલી સાઈકલો ખરાબ થઈ જાય તે પહેલા જિલ્લા નાયબ નિયામક વિકસતી જાતિ કચેરી દ્વારા પડી રહેલી સાયકલોનનો યોગ્ય રીતે ઉપયોગ કરીએ અથવા તો વ્યવસ્થા કરી તેને યોગ્ય સ્થળે રાખવામાં આવે તો વિદ્યાર્થીઓને સારી સાયકલો અપાવી શકાય તેમ છે. પરંતુ તંત્રની બેદરકારી આંખ સામે દેખાઈ રહી છે.