ગુજરાત

gujarat

ETV Bharat / state

પોરબંદરમાં ધોરણ 10નું 59.52 ટકા પરિણામ

આજે મંગળવારે ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 10નું ઓનલાઈન પરિણામ જાહેર થયું છે. જિલ્લામાં ધોરણ 10નું પરિણામ 59.52% આવ્યું છે.

Porbandar
Porbandar

By

Published : Jun 9, 2020, 2:24 PM IST

Updated : Jun 9, 2020, 2:58 PM IST



પોરબંદરઃ આજે મંગળવારે ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 10નું ઓનલાઈન પરિણામ જાહેર કર્ય હતું. જેમાં જિલ્લામાંથી કુલ 6767 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને 4028 વિદ્યાર્થીઓ ક્વોલિફાઇ થયા છે. જિલ્લામાં ધોરણ 10નું પરિણામ 59.52% આવ્યું છે. જેમાં A1 ગ્રેડમાં બે વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. જોકે ગત વર્ષની સરખામણીમાં પોરબંદરનું રીઝલ્ટ ઓછું છે.

પોરબંદરમાં ધોરણ 10નું 59.52 ટકા પરિણામ
જિલ્લામાં વીઆર ગોઢાણીયા સ્કૂલની વારા ડિમ્પલે અને સિંગમાં સ્કૂલના ખૂટી રાણા રામદેભાઈએ A1 ગ્રેડમાં પ્રથમ આવ્યો છે. શિક્ષકો અને વાલીઓ તેમજ મિત્રોએ તેમને અભિનંદન પાઠવ્યા હતા.પોરબંદરમાં પોસ્ટ ઓફીસમાં સબ પોસ્ટ માસ્ટર તરીકે ફરજ બજાવતા હરીશભાઈ વારાની પુત્રી ડિમ્પલ વારાએ 99.81 પર્સન્ટાઇલ મેળવતા તેને સ્કૂલના શિક્ષકો સહિત ટ્રસ્ટીઓ અને વાલીઓ અને મિત્ર વર્તુળ દ્વારા શુભેચ્છાઓ પાઠવી હતી. ડિમ્પલે આગળ ગણિતમાં પી.એચ.ડી કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. જ્યારે ડિમ્પલના પિતા હરીશ ભાઈએ પણ દિકરીઓને ભણાવવાની વાત કરી હતી.
Last Updated : Jun 9, 2020, 2:58 PM IST

ABOUT THE AUTHOR

...view details