- પોરબંદરમાં સ્મશાનનું 500મી વાર જમીન અધિગ્રહણ
- કોંગ્રેસે આપ્યું આવેદનપત્ર
- હિન્દુઓની લાગણી દુભાય રહી છે
પોરબંદર: શહેરની ચોપાટી પર આવેલ હિન્દુ સ્મશાન ભૂમિનું નગરપાલિકાના સત્તાધીશો એ નગરપાલિકાના ચીફ ઓફિસરની મીઠી નજર નીચે જમીન અધિગ્રહણ કર્યા હોવાનો આક્ષેપ પોરબંદર કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે અને આ બાબતે જિલ્લા કલેકટરને આવેદનપત્ર કોંગ્રેસના આગેવાનોએ આપ્યું હતું.
500મીવાર જમીન અધિગ્રહણ
પોરબંદર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નાથાભાઈ ઓડેદરાએ જણાવ્યું હતું કે પોરબંદર નગરપાલિકા સંચાલિત દદુ વાળા જીમ તરીકે ઓળખાતા જીમ અને સ્મશાનની જમીનનું 500 વાર જમીન અધિગ્રહણ કરવામાં આવ્યું છે અને દીવાલ બનાવવામાં આવી છે. નગરપાલિકાના સત્તાધીશો તે નગરપાલિકાના ઓફિસરની મીઠી નજર નીચે આ જમીન અધિગ્રહણ કર્યા હોવાનો આક્ષેપ કોંગ્રેસના આગેવાને કર્યો હતો.
આ પણ વાંચો : જામનગરના ત્રણ સ્મશાન ગૃહમાં કોરોનાકાળ દરમિયાન સંખ્યાબંધ લોકોના કરાયા અંતિમ સંસ્કાર