પોરબંદરઃ શહેરમાં આવેલા કર્લી જળાશયમાં ભાદર નદીના પાણી પહોંચતા પાણીની આવકમાં સતત વધારો થઇ રહ્યો છે, ત્યારે પોરબંદરના કર્લી જળાશય પાસે હુડકો સોસાયટી નજીક બપોરના 3 કલાકની આસપાસ 5 યુવાનો ન્હાવા માટે કર્લી જળાશયમાં પડ્યા હતાં.
પોરબંદરના કર્લી જળાશયમાં 5 યુવાનો તણાયા, 4નો બચાવ, એેક લાપતા - પોરબંદર વરસાદ ન્યૂઝ
પોરબંદર જિલ્લાના કર્લી જળાશયમાં ભાદર નદીના પાણી પહોંચતા પાણીની આવકમાં સતત વધારો થઇ રહ્યો છે, ત્યારે 5 યુવાનો ન્હાવા માટે કર્લી જળાશયમાં પડ્યા હતા. જેમાં 4 યુવાનોનો બચાવ થયો હતો અને એક યુવાન લાપતા થયો હતો.
સ્થાનિક લોકોએ વિપુલ ભીખા શિંગરખિયા, અશોક ભીખા શિંગરખિયા, પરેશ ભીમા શિંગરખિયા, અરજણ ગોવિંદ પરમાર, ભરત ટપૂ રાઠોડ બચાવી લીધા હતાં. જ્યારે શિંગરખિયા પરીવારના અશોક ભીખા શિંગરખિયા લાપતા બન્યો છે અને ફાયરબ્રિગેડને પણ જાણ કરવામાં આવી હતી.
ફાયર બ્રિગેડના ફાયરમેનોએ પણ સતત મહેનત કરી હતી. લાપતા બનેલા યુવાનની હજુ શોધખોળ ચાલી રહી છે અને 4 યુવાનોને હોસ્પિટલમાં દાખલ કરાયા છે, ત્યારે આ ઘટના સાથે અનેક લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. યુવાનોને બચાવવા માટે આસપાસના લોકોએ પણ મહેનત કરી હતી અને ફાયર સેફટી ઓફિસરે લોકોને આ પ્રકારના જોખમ જેવા સ્થળોએ ન જવા અને સાવચેતી રાખવા જણાવ્યું હતું. હાલ લાપતા બનેલા યુવાનની ફાયરબ્રિગેડ દ્વારા શોધખોળ ચાલી રહી છે.