- વેરો ન ભરાતા પોરબંદર પાલિકાએ વધુ 5 કોમર્શિયલ મિલકત સીલ કરી
- વારંવાર નોટિસ આપ્યા છતા વેરો ન ભરતા મિલકત સિલ કરાઈ
- પાંચેય મિલકત ધારકોને રૂ. 9 લાખ 14 હજારનો વેરો હતો બાકી
પોરબંદરઃ લાંબા સમયથી કરવેરો ન ભરવામાં આવતા પાલિકા તંત્રએ વધુ 5 કોમર્શિયલ મિલકતધારકો સામે કાર્યવાહી કરી હતી. રૂ. 9.14 લાખનો મિલકત વેરો બાકી હોવાના કારણે તમામ મિલકતોને સીલ મારી દેવામાં આવ્યું છે. પોરબંદર અને છાયા નગરપાલિકા તંત્રે જે મિલકતધારકોએ મિલકત વેરો ન ભર્યો હોય તેને નોટિસો પાઠવી હતી અને તાત્કાલિક વેરો ભરી જવા જણાવ્યું હતું. આમ, છતાં લાંબા સમયથી કરવેરો ન ભરનાર મિલકતધારકો સામે પાલિકા તંત્રે લાલઆંખ કરી હતી. સીલ કરાયેલી તમામ મિલકતધારકોએ તંત્રને રૂ. 9.14 લાખનો ટેક્સ જ નથી ચૂકવ્યો. એટલે તેમની શાન ઠેકાણે લાવવા તંત્રએ તમામ કોમર્શિયલ મિલકત સીલ કરી દીધી છે. હાઉસ ટેક્સ વિભાગના અધિકારી સુરેશ શિયાળે જણાવ્યું કે, લાંબા સમયથી વેરો નહીં ભરનાર આસામીઓની મિલકત આવનારા દિવસોમાં સીલ કરવામાં આવશે.