ગુજરાત

gujarat

ETV Bharat / state

પોરબંદરના 4280 લાભાર્થીઓનો રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ સમાવેશ કરાયો - પોરબંદર લોકલ ન્યુજ

સરકારની સુચના મુજબ પોરબંદર તાલુકામાં ગંગા સ્વરૂપા આર્થિક સહાય મેળવતા 3200 બહેનો, વૃદ્ધ સહાય મેળવતા 760-લાભાર્થીઓ, સમાજ સુરક્ષા ખાતા હેઠળ નોંધાયેલા -320 દિવ્યાંગો મળી કુલ 4280 લાભાર્થીઓનો રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ સમાવેશ કરવામાં આવ્યો છે.

4280-beneficiaries-of-porbandar-were-covered-under-the-national-food-security-act
પોરબંદરના 4280 લાભાર્થીઓનો રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ સમાવેશ કરાયો

By

Published : Nov 13, 2020, 10:50 PM IST

  • પોરબંદરના 4280 લાભાર્થીઓનો રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ સમાવેશ
  • જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા રાશનનો લાભ લેવા અનુરોધ કરાયો

પોરબંદરઃ સરકારની સુચના મુજબ તાલુકામાં ગંગા સ્વરૂપા આર્થિક સહાય મેળવતા 3200 બહેનો વૃદ્ધ સહાય મેળવતા 760-લાભાર્થીઓ, સમાજ સુરક્ષા ખાતા હેઠળ નોંધાયેલા -320 દિવ્યાંગો મળી કુલ 4280 લાભાર્થીઓનો રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ સમાવેશ કરવામાં આવ્યો છે.

પોરબંદરના 4280 લાભાર્થીઓનો રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ સમાવેશ કરાયો
જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા રાશનનો લાભ લેવા કરાયો અનુરોધતમામ લાભાર્થીઓને તેઓના રેશનકાર્ડની ઝેરોક્ષ, રેશનકાર્ડમાં સમાવિષ્ટ તમામ લોકોના આધાર કાર્ડની ઝેરોક્ષ તથા બેંક પાસબુકની ઝેરોક્ષ તાત્કાલિક મામલતદાર કચેરીએ જમા કરાવવા જણાવાયુ છે. પોરબંદર (ગ્રામ્ય)ની પુરવઠા શાખા (રૂમ નં.13, ગ્રાઉન્ડ ફલોર, જિલ્લા સેવા સદન-1, એરપોર્ટ સામે, સાંદિપની રોડ, પોરબંદર) ખાતે જમા કરાવવા જિલ્લા પુરવઠા અધિકારી વિવેક ટાંક દ્રારા અનુરોધ કરાયો છે. જેથી આવતા મહિનાથી ઉકત લાભાર્થીઓને રાશનનો લાભ આપી શકાય.

રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદાની જોગવાઈ

રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો-2013 અંતર્ગત જાહેર વિતરણ વ્યવસ્થાની જોગવાઈ કરવામાં આવી હતી. આ કાયદા હેઠળ અનાજના વિતરણ માટે કુલ 548 કરોડ રૂપિયાની જોગવાઇ કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details