પોરબંદરઃ રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે, ત્યારે પોરબંદરમાં મંગળવારે નવા 4 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 661 કેસ કોરોના પોઝિટિવ નોંધાયા છે.
પોરબંદરમાં કોરોનાના નવા 4 કેસ નોંધાયા, કુલ કેસની સંખ્યા 661 થઇ - Corona Gujarat News
રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે, ત્યારે પોરબંદરમાં મંગળવારે નવા 4 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 661 કેસ કોરોના પોઝિટિવ નોંધાયા છે.
શહેરમાં રાજીવ નગરમાં રહેતા 55 વર્ષના પુરુષને, અમરદળમાં રહેતા બાવન વર્ષના પુરુષને, રાણા ખીરસરામાં રહેતા 26 વર્ષના પુરુષને અને ક્રિષ્ના પાર્કમાંથી એકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે મંગળવારે કુલ 04 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. અત્યાર સુધીમાં કોરોનાના કારણે મોતનો આંકડો 62 સુધી પહોંચ્યો છે.
પોરબંદરમાં હાલ એક્ટિવ દર્દીઓની સંખ્યા 49 છે, જેમા 19 દર્દીઓ શહેરમાં હોસ્પિટલના covid કેર સેન્ટર ખાતે, 02 દર્દીઓ તેમજ અન્ય જિલ્લા રાજ્ય ખાતે 23 દર્દીઓ તથા પોરબંદર જિલ્લાથી કરેલા હોમ આઇસોલેશન માં 03 દર્દી અને અન્ય જિલ્લામાથી કરેલા હોમ આઇસોલેશન 00 દર્દી જ્યારે પેન્ડિંગ રિપોર્ટ 02 દર્દીઓના છે.