પોરબંદરઃ જિલ્લામાં રવિવારે કોરોનાના વધુ 4 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેથી કુલ પોઝિટિવ કેસની સંખ્યા વધીને 450 થઇ છે. આ ઉપરાંત રવિવારે કોરોનાના કારણે 1 વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. જેથી અત્યાર સુધી પોરબંદરમાં કોરોનાને કારણે મરનારા લોકોની સંખ્યા 35 થઇ છે.
પોરબંદરમાં કોરોનાના વધુ 4 પોઝિટિવ કેસ નોંધાયા, 1 મોત - પોરબંદરમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા
પોરબંદરમાં રવિવારે કોરોનાના વધુ 4 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેથી કુલ પોઝિટિવ કેસની સંખ્યા વધીને 450 થઇ છે. આ ઉપરાંત રવિવારે કોરોનાના કારણે 1 વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. જેથી અત્યાર સુધી પોરબંદરમાં કોરોનાને કારણે મરનારા લોકોની સંખ્યા 35 થઇ છે.
જિલ્લામાં નવા નોંધાયેલા પોઝિટિવ કેસમાં વનાણામા રહેનારા 30 વર્ષીય મહિલા, દત સાંઈ સ્કૂલ પાસે રહેતા 60 વર્ષના પુરુષ, કર્મચારી કોલોનીમાં વસવાટ કરનારા 30 વર્ષીય પુરુષ અને વીરડી પ્લોટમાં રહેનારા 30 વર્ષીય પુરુષ સામેલ છે. નવા નોંધાયેલા કેસ સામે રવિવારે પોરબંદરમાંથી 14 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
પોરબંદરમાં હાલ કોરોના પોઝિટિવના કુલ 63 કેસ એક્ટિવ છે. જેમાં પોરબંદર હોસ્પિટલ ખાતે 21, કોવિડ કેર સેન્ટર ખાતે 5 અને અન્ય જિલ્લા કે રાજ્ય ખાતે 23 અને હોમ આઈસોલેશનમાં 7 દર્દીઓ છે.