પોરબંદર: મુસાફરોની સુવિધા માટે પોરબંદર-દાદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેનમાં વધારાના 04 કોચ કાયમી ધોરણે લગાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવે પોરબંદર-દાદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેન (19016/19015)માં કાયમી ધોરણે એક સેકન્ડ એસી, એક થર્ડ એસી અને બે સેકન્ડ સ્લીપર ક્લાસના વધારાના કોચ લગાવવામાં આવશે,
'યાત્રી કૃપિયા ધ્યાન દે': પોરબંદર-દાદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેનમાં આવતીકાલથી વધારાના 4 કોચ ઉમેરાશે - મુંબઈથી પોરબંદર ટ્રેન
પોરબંદર-દાદર સ્ટેશન સુધી નિયમિત દોડતી સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેનમાં કાયમી ધોરણે વધારાના 4 કોચ લગાવવામાં આવશે. આ ટ્રેનમાં કાયમી ભીડ અને વેઈટિંગ રહેતું હોવાના કારણે મુસાફરોની ચિંતા કરતા રેલવે તંત્રએ તેમને આરામદાયક રેલવે સુવિધા આપવાના હેતુથી આ નિર્ણય લીધો છે. રેલવેના આ નિર્ણયથી મુસાફરોએ ખુબ રાહત અનુભવી છે.
Published : Nov 30, 2023, 6:48 AM IST
આવતીકાલથી સૌરાષ્ટ્ર એક્સપ્રેસમાં વધશે 4 કોચ: ટ્રેન નંબર 19016/19015 પોરબંદર-દાદર-પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસમાં પોરબંદર સ્ટેશનથી આવતીકાલથી એટલે કે, 01 ડિસેમ્બર 2023થી અને દાદર સ્ટેશનથી 03 ડિસેમ્બર 2023થી વધારાના 4 કોચ લગાડવામાં આવશે. પશ્ચિમ રેલવે ભાવનગર મંડલ દ્વારા આ અંગેની સત્તાવાર માહિતી આપવામાં આવી છે.
મુસાફરોને મળશે મોટી રાહત: મહત્વપૂર્ણ છે કે, સૌરાષ્ટ્ર એક્સપ્રેસ દરોજ્જ પોરબંદર થી દાદર અને દાદરથી પોરબંદર વચ્ચે નિયમિત દોડે છે. પોરબંદર રેલવે સ્ટેશનથી રાતે 11 કલાકે ઉપડતી આ ટ્રેનમાં હંમેશા મુસાફરોની ભીડ રહે છે. જામનગર અને રાજકોટ પહોંચતા સુધીમાં તો આ ટ્રેનમાં ખુબ ભીડ વધી જાય છે, કાયમી ભીડ અને વેઈટિંગ હોવાના કારણે રેલવે સત્તાધીશોએ મુસાફરોની ચિંતા કરતા અને તેમને આરામદાયક રેલવે સુવિધા આપવાના હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. રેલવેના આ નિર્ણયથી મુસાફરોએ ખુબ રાહત અનુભવી છે.