પાકિસ્તાને ચાર ભારતીય બોટ સાથે 23 માછીમારોનું કર્યું અપહરણ - ન્યુઝ ઓફ પોરબંદર
પાકિસ્તાન અવાર નવાર પોતાની અવળચંડાઈ દેખાડી રહ્યુ છે, ત્યારે પાકિસ્તાન મરીને 4 ભારતીય બોટ સાથે 23 માછીમારોનું અપહરણ કર્યુ હતું.

પાકિસ્તાન મરીને ચાર ભારતીય બોટ અને 23 માછીમારોનું અપહરણ કર્યું
પોરબંદર: પાકિસ્તાન અને ભારતના સંબંધો વણસેલા છે, ત્યારે શુક્રવારે ભારતીય જળસીમા પરથી પાકિસ્તાન મરીન સિકયુરીટી દ્વારા 4 ભારતીય બોટ અને 23 માછીમારોનું અપહરણ કરવામાં આવ્યું હતું. માછીમાર સમાજમાં રોષની લાગણી ભભૂકી ઉઠી છે. અપહરણની પ્રક્રિયા બંધ કરવામાં આવે તેવી માછીમાર સમાજના આગેવાને વિનંતી કરી છે.
પાકિસ્તાન મરીને ચાર ભારતીય બોટ અને 23 માછીમારોનું અપહરણ કર્યું