ગુજરાત

gujarat

ETV Bharat / state

પોરબંદર LCB ટીમે મોબાઈલની ચોરી કરતાં 4 આરોપીની કરી અટકાયત - CRPC કલમ 102

પોરબંદરઃ જિલ્લામાં મિલકત સબંધી બનતા ગુનાઓમાં વધુ એક ઘટના સામે આવી છે. શહેરના રાણાવાવ બસ સ્ટેન્ડ પાસેની મોબાઇલની દુકાનમાં ચોરી કરી ફરાર 4 આરોપીની બાતમી આધારે અટકાયત કરવામાં આવી હતી.

પોરબંદર

By

Published : Oct 26, 2019, 5:39 AM IST

પોરબંદર પોલીસ અધિક્ષક ડૉ. પાર્થરાજસિંહ ગોહિલ સાહેબ‌‌ની સુચના તેમજ LCB ઇન્ચાર્જ PI એચ.એન. ચૂડાસમાના માર્ગદર્શન હેઠળ LCB સ્ટાફના માણસો રાણાવાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા. તે દરમિયાન HC જી. એસ. મકવાણા તથા PC દિલીપભાઇ જેઠાભાઇને બાતમી મળી હતી કે, રાણાવાવ કરારસીમ રસ્તે ચાર શંકાસ્પદ વ્યક્તિ ચાલીને હાથમાં થેલી લઇને જાય છે.

માહિતી પ્રમાણે, LCB સ્ટાફને ઘટના સ્થળેથી ચાર વ્યક્તિઓ પાસેથી આરોપી જામસીંગ સિંગર, કમલો વાસુનીયા, રાજુ શિંગાળા અને મુકેશ શિંગાળા પાસે રહેલી થેલીમાંથી કુલ 28 જુદી જુદી કંપનીના મોબાઇલ ફોન, રોકડા રૂપિયા તથા રૂપિયાના પરચુરણ સીક્કા તેમજ 17 બ્રિસ્ટોલના પાકીટ મળી આવ્યા હતા. જેના વિશે આરોપીઓ પાસેથી પોલીસને સંતોષકારક જવાબ મળ્યો નહોતો. જેથી પોલીસે CRPC કલમ 102 મુજબ માલ કબ્જે કરી CRPC કલમ 14(1)D મુજબ ચારેય ઇસમોની કાયદેસર અટકાયત કરી હતી.

પોલીસ તપાસમાં 4 આરોપીઓએ પાંચ દિવસ અગાઉ ST બસ સ્ટેન્ડ પાસે આવેલી મોબાઇલ ફોનની દુકાનમાંથી અને એક પાન બીડીની દુકાનમાંથી મોડી રાત્રે ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું. ત્યારબાદ પોલીસે ઓરોપીઓ વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ABOUT THE AUTHOR

...view details