- કોઈ કારણ વગર રખડતા લોકો સામે પોલીસની કડક કાર્યવાહી
- રાજ્ય સરકાર દ્વારા 29 શહેરોમાં કોરોના કરફ્યૂ લાદવામાં આવ્યો છે
- પોરબંદર જિલ્લા પોલીસ દ્વારા રાત્રિના કડક પેટ્રોલીંગ હાથ ધરાયું
પોરબંદરઃ રાજ્ય સરકાર દ્વારા 29 શહેરોમાં રાત્રે 8થી સવારે 6 સુધી કોરોના કરફ્યૂ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે આ જાહેરનામાંનો અમલ કરવા માટે પોરબંદર જિલ્લામાં પણ પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું અને શહેરના મુખ્ય રસ્તા પર પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. 33 જેટલા લોકો સામે જાહેરનામાં ભંગનો ગુનો નોંધાયો છે.
આ પણ વાંચોઃરાત્રિ કરફ્યૂનો ભંગ કરતા 400થી વધુ લોકો સામે જૂનાગઢ પોલીસે કરી કાર્યવાહી