પોરબંદરઃ શહેરના રામધુન મંદિર સામે આવેલ રાજેશ મારુની માલિકીની કન્ટ્રકશનની ઓફિસમાં રિતેશ વિજય લોઢારી તથા મનોજ ભીમાભાઇ ટોડરમલ સાથે મળી ઇન્ડિયન પ્રીમિયમ લીગની KXIP VS RCB ટીમની લાઇવ મેચ પર રન ફેર ઉપર હારજીતનો જુગાર રમતા હતા તે સમયે પોલીસે બાતમીના આધારે રેડ પાડી હતી.
પોરબંદરમાં IPL મેચ પર જુગાર રમતા ૩ શખ્સો ઝડપાયા - આઈપીએલ મેચ
પોરબંદરમાં રામધુન મંદિર સામે કન્સ્ટ્રક્શનની ઓફિસમાં ત્રણ શખ્સો IPLન મેચ પર જુગાર રમતા હતા, તે સમયે પોલીસે બાતમીના આધારે રેડ પાડી હતી અને 22,400 રોકડ સહિત કુલ 90,500નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને ત્રણેય શખ્સો ની ધરપકડ કરી હતી.
પોરબંદરમાં IPL મેચ પર જુગાર રમતા ૩ શખ્સો ઝડપાયા
આ રેડમાં રોકડા રૂ.22,400, મોબાઇલ ફોન 5 નંગ રૂપિયા 37,000, એલ.ઇ.ડી. કલર ટી.વી. 20,000, સેટ ટોપ બોકસ 500, ટી.વી. રીમોટ નંગ-2 કિ.રૂ.100, લેપટોપ 10,000 અને રાઉન્ડરના 500 મળી કુલ 90,500ના મુદ્દામાલ સાથે જુગાર રમતા મળી આવ્યા હતા પોલીસે ત્રણ લોકોની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.