પોરબંદર: આદિત્યાણામાં રહેતા 60 વર્ષના મહિલા અને કુતિયાણાના 75 વર્ષના પુરુષ, તથા ધરમપુરના 30 વર્ષના પુરુષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે જ કુલ 7 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. પોરબંદરમાં અત્યાર સુધીમાં કોરોનાના કારણે મોતનો આંકડો 67 સુધી પહોંચ્યો છે.
પોરબંદરમાં 3 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા, કુલ આંકડો 714 - corona patients of porbandar
પોરબંદરમાં રવિવારે 3 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જ સમગ્ર જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 714 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.
પોરબંદરમાં રવિવારે 3 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા
પોરબંદરમાં હાલ એક્ટિવ દર્દીઓની સંખ્યા 32 છે. જેમાં 11 દર્દીઓ પોરબંદર હોસ્પિટલના કોવિડ કેર સેન્ટર ખાતે, તથા અન્ય જિલ્લામાં 14 દર્દીઓ સારવાર મેળવી રહ્યા છે. પોરબંદર જિલ્લામાં હોમ આઇસોલેશનમાં 4 દર્દીઓ અને અન્ય જિલ્લામાંથી હોમ આઇસોલેશનમાં 1 દર્દી છે. જ્યારે 2 દર્દીઓના સ્ટેટ્સ પેન્ડિંગ છે.