ગુજરાત

gujarat

ETV Bharat / state

પોરબંદરમાં વધુ 3 કોરોના પોઝિટિવ, રાણાવાવમાં પિતા-પુત્રને થયો કોરોના - Porbandar Civil

પોરબંદરની સિવિલમાંથી લેવાયેલા નમૂનાઓ જામનગરની લેબમાં મોકલવામાં આવ્યા હતાં. જેમાં 3 દર્દીઓ કોરોના પોઝિટિવ આવ્યાં છે. કોરોના પોઝિટિવ દર્દીના ઘર નજીક 10 મકાનોને ક્લસ્ટર ક્વોરોન્ટાઇન વિસ્તાર જાહેર કરવામાં આવ્યો છે.

Porbandar
પોરબંદરમાં વધુ 3 કોરોના પોઝિટિવ

By

Published : Jul 8, 2020, 12:09 PM IST

પોરબંદરમાં 3 દર્દીઓકોરોના પોઝિટિવ નોંધાયા

પોઝિટિવ દર્દીના ઘર નજીક 10 મકાનોને ક્લસ્ટર ક્વોરોન્ટાઇન જાહેર

દ્વારકા ગામે આઇસોલેશન વોર્ડમાં 5 દર્દીઓ દાખલ

પોરબંદર: શહેરમાં સોમવારે એક દર્દી કોરોના પોઝિટિવ આવ્યો હતો. આ દર્દી મૂળ ઉનાનો અને હાલ રાણાવાવની એક કંપનીમાં નોકરી કરે છે. પોરબંદરના સાંદિપની રોડ પર આવેલ સરકારી આયુર્વેદિક હોસ્પિટલ નજીક રહેતો હતો. આ યુવાન કોરોના પોઝિટિવ આવતા તેના ઘર નજીક સલામતીના ભાગરૂપે 10 ઘરોના 13 વ્યક્તિઓને ક્લસ્ટર ક્વોરન્ટાઇન જાહેર કરાયા છે. આ વિસ્તારના લોકોને આવવા-જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

આ યુવાન દર્દીનો 12 વર્ષનો દીકરો કોરોના પોઝિટિવ આવ્યો છે, તેમજ 28 વર્ષીય યુવાન જે મૂળ રાજકોટનો છે અને ઉપલેટાથી પોરબંદરની ખાનગી બસમાં આવ્યો હતો, આ યુવાન ટ્રક ડ્રાઇવર છે. આ ટ્રક ડ્રાઈવર એક રીક્ષા ચાલકને મળ્યો હતો. જેથી રીક્ષા ચાલકને હોમ ક્વોરોન્ટાઇન કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત દેવભૂમિ દ્વારકાના ખીરસરા ગામે રહેતો 22 વર્ષીય યુવાનનો સવોબનો નમૂનો અડવાણા ખાતેથી લેવામાં આવ્યો હતો. આ યુવાનની ટ્રાવેલ હિસ્ટ્રી મુજબ તે અમદાવાદથી આવ્યો હતો. અલગ અલગ ગામોમાંથી સવોબના નમૂના લેવામાં આવતા હોય છે. જેમાં આ યુવાનનો નમૂનો લેવામાં આવતા તે કોરોના પોઝિટિવ આવ્યો હતો. તેને દ્વારકા ગામે આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો છે. હાલ આઇસોલેશન વોર્ડમાં 5 દર્દીઓ દાખલ છે.

ABOUT THE AUTHOR

...view details