ગુજરાત

gujarat

પોરબંદર જિલ્લાના 3 વિસ્તારોને જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા કન્ટેઇનમેન્ટ ઝોનમાંથી મુક્તિ

By

Published : Aug 7, 2020, 9:57 PM IST

પોરબંદર શહેરના છાંયા, કુતિયાણાના થેપડા ઝાપા અને ખાગેશ્રી ગામમાં નોવેલ કોરોના વાઇરસના પોઝિટિવ કેસ સામે આવતા કોરોના વાઇરસના ઝડપી સંક્રમણને ધ્યાનમાં લઇ લોકોની સુરક્ષા અને તકેદારીના પગલારૂપે જિલ્લા મેજીસ્ટ્રેટે આ વિસ્તારોને કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરી લોકોની અવર જવર પર પ્રતિબંધ ફરમાવ્યો હતો. હવે આ વિસ્તારમાં હાલ એક પણ કોરોના એક્ટિવ કેસ ન નોંધાતા આ વિસ્તારોને કન્ટેઇનમેન્ટ ઝોનમાંથી મુક્તિ આપી દેવામાં આવી છે.

પોરબંદર જિલ્લાના 3 વિસ્તારોને જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા કન્ટેઇનમેન્ટ ઝોનમાંથી મુક્તિ
પોરબંદર જિલ્લાના 3 વિસ્તારોને જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા કન્ટેઇનમેન્ટ ઝોનમાંથી મુક્તિ

પોરબંદર: પોરબંદર જિલ્લામાં સતત વધતા કોરોના સંક્રમણને પગલે જે વિસ્તારોમાંથી કોરોના પોઝિટિવ દર્દીઓ મળી આવ્યા હોય તે વિસ્તારોને કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરી તેમાં જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા લોકોની અવર જવર પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો.

પોરબંદર શહેરના છાંયા, કુતિયાણાના થેપડા ઝાપા અને ખાગેશ્રી ગામમાં એવા વિસ્તારો છે જેને ઘણા સમયથી કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા હતા. પરંતુ તેમાં હાલ એક પણ એક્ટિવ કેસ નથી જેને પગલે જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા કન્ટેઇમેન્ટ ઝોનના નિયંત્રણમાંથી આ વિસ્તારોને મુક્ત જાહેર કરી દેવાયા છે.

પોરબંદર શહેરના છાંયા વિસ્તારના સદામ વિસ્તારમાં પૂર્વમાં ઈકબાલ હુસેન શેખ ના ઘરથી દક્ષિણે મહમદ હનીફ ઝવેરીના ઘર સુધી તથા ત્યાંથી દક્ષિણ દિશામાં ટપૂ દેવા જગતિયા ના ઘરથી હારૂન કાસમ ના ઘર સુધી તથા પશ્ચિમે ભારતીબેન રમેશભાઈ જગતિયાના ઘર સુધી તથા સામે ઉત્તર દિશામાં અકબર કાદર શેરવાનીના ઘરથી પૂર્વમાં ભીખુમીયા ઉમરમીયા બુખારીના ઘર સુધીનો સંપૂર્ણ વિસ્તાર કન્ટેઇમેન્ટ ઝોનથી મુક્ત થયો છે.

કુતિયાણા શહેરના થેપડા જાપા મેઈન રોડથી ઉત્તરે હનીફ મહમદ સોલંકીના ઘરની બાજુના ખુલ્લા પ્લોટથી દક્ષિણે હુસેન કાસમ પરમાર તથા રામા નાથા પરમારના ઘરથી ઉત્તરે મેઈન રોડ બાજુના ખુલ્લા પ્લોટો સુધીનો સંપૂર્ણ વિસ્તાર,

ખાગેશ્રી ગામમાં ઉત્તરે કેતન રામજી જસાણી ના ઘરથી દક્ષિણે પ્રવીણ જણા માકડીયાના ઘર સુધી તથા શેરીમાં પશ્ચિમે રામજીભાઈ ચાનડેગરાના ઘર તથા સામેની બાજુ અશોક રામજી ચાનડેગરાના ઘરેથી ગિરીશ છગન વાધેલાના ઘર સુધી તથા ઉત્તરે બીજી શેરીમાં રસિક નરશી વાઘેલાના ઘરથી જીવ પુંજા તથા સુધિત કરશનના ઘર સુધી તથા ઉત્તરે ભાવેશ મોહન જસાણીના ઘર સુધીનો સંપૂર્ણ વિસ્તાર કન્ટેઇનમેન્ટ ઝોનમાથી મુક્ત કરાયો છે.

ABOUT THE AUTHOR

...view details