પોરબંદરઃ પોરબંદરના મૂળ માધવપુર ગામની ત્રીજી વખત સગર્ભા બનેલી મહિલાની નોર્મલ ડીલેવરી સાથે ત્રેલડાનો જન્મ થયો છે. હાલ કોરોનાની બીમારી ફેલાઈ છે, ત્યારે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કડછનાં અંતરિયાળ વિસ્તારમાં રહેતા જીણીબેન બાલુભાઇ પરમારને સગર્ભાવસ્થા દરમ્યાન ઘણી બધી તકલીફો વેઠી હતી. જેમકે આ મહિલા ત્રીજી વખત સગર્ભા બની હતી. જેમનું હિમોગ્લોબીન લેવલ (લોહીની ટકાવારી) 5.7 ટકા હતું અને તેમનાં પેટમાં 3 જીવતા બાળકોનો ઉછરી થઈ રહ્યો હતો. તેમજ બી.પી.એલ. કુટુંબ હોવાથી સગર્ભાવસ્થાનાં સાત માસ સુધી તે લોકો કોઇ અંધશ્રધા અથવા કૌટુંબીક કારણોસર સોનોગ્રાફી કરાવવા તથા આગળની તપાસ કરાવવા માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કડછનાં મેડિકલ ઓફિસર તથા આરોગ્ય વર્કરો.એ વારંવાર સમજાવ્યું હતું.
યેનકેન પ્રકારે તેમને જે.એસ.એસ.કે.યોજના અંર્તગત સોનોગ્રાફી માટે સમજાવી સોનોગ્રાફી કરાવી હતી. કેશોદ મુકામે ગયાં જ્યાં મહિલાના પેટમાં ઉછરી રહેલા 3 બાળકોની માહિતી મળી હતી, પરંતુ તેમની લોહીની ટકાવારી ખુબ જ ઓછી હોવાથી ગર્ભમાં ૩ બાળકો હોય એે ઘણી ગંભીર બાબત કહેવાય. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, કડછનાં સ્ટાફ દ્વારા સમજાવવા છતાં જે.એસ.એસ.કે.ની યોજના અંર્તગત વિનામુલ્યે ગાડીની વ્યવસ્થા સાથે હોસ્પિટલ ખાતે તમામ તપાસ માટે મોકલાયા હતાં, પરંતુ તેઓ તપાસ કરાવ્યા વગર જ આવતા રહ્યાં હતાં, ત્યારબાદ ફરીથી જુનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે બ્લડ ચઢાવ્યા વગર આવતા રહ્યાં હતાં.