- સગીરાને લગ્નની લાલચ આપી ભગાડનાર અને અન્ય બે ઝડપાયા
- આરોપી વિરુદ્ધ પહેલાથી જ 8 ગુન્હાઓ દાખલ છે
- પોરબંદર એલસીબીના હેડકોન્સ્ટેબલને 5 વર્ષ ઓળખતો હતો આરોપી
પોરબંદર: સગીરાને યુવાન ભગાડી ગયાનો કિસ્સો શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. સગીરા ઘરેથી 15 લાખની રોકડ રકમ લઈને યુવાન સાથે નાસી ગઈ હતી આ બનાવમાં યુવાન અને તેના બે મિત્રોએ મદદ કરી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. પોલીસે મદદ કરનાર બન્ને યુવાન સહિત ભગાડી જનાર યુવાનની પણ ધરપકડ કરી છે અને સગીરાને ભગાડી જનાર યુવાન સામે 376 અને પોસ્કો સહિતની કલમ લગાડી છે. જે કારમાં યુવાનને ભગાડી જવામાં આવી હતી તે કાર પોલીસકર્મીની હોવાનું બહાર આવ્યું હતું ત્યારે પોલીસકર્મી સામે કોઇ કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તે અંગે સવાલો ઉઠી રહ્યાં છે.
યુવાનના બંને મિત્રોએ જૂનાગઢમાં ફ્લેટની વ્યવસ્થા કરી હતી
સગીરાને પ્રેમજાળમાં ફસાવીને સગીરા પાસે 15 લાખ જેવી રકમ હતી જે યુવકે તેના મિત્રોને આપી હતી ત્યારબાદ બન્ને મિત્રોએ સગીરા અને યુવક માટે જૂનાગઢ ખાતે ફ્લેટની વ્યવસ્થા પણ કરી આપી હતી. જો કે પરીવારજનોએ સગીરાને ભગાડી જવાની ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે સગીરા અને યુવાનને ઝડપી લીધા હતા. યુવાનની પૂછપરછ દરમિયાન મદદ કરનાર વ્યક્તિના નામ સામે આવતા પોલીસે બંન્નેની પણ અટકાયત કરી હતી.
વધુ વાંચો:મહેસાણામાં અનુસુચિત જાતિની સગીરા પર લગ્નની લાલચ આપીને આચર્યું સામુહિક દુષ્કર્મ