વર્ષો પહેલા પણ રાજાશાહી વખતમાં રાજાઓ પોતાના દરબારમાં સંગીતકારોને બોલાવી અને સંગીત વગાડતા હતા. પરંતુ હાલ જે પરિસ્થિતિ બદલાઈ છે. વેસ્ટન મ્યુઝિક અને ક્લાસિકલ મ્યુઝિકનું પણ એટલું જ મહત્વ છે. પોરબંદરમાં નિલેશભાઈ ઓડેદરા ઉર્ફે પપ્પુ ભાઈ ઓડેદરા જેને બાળપણથી જ સંગીતનો શોખ હતો. તેમના ભાઇ ચેતનભાઇ ઓડેદરાને પણ સંગીતનો શોખ હતો. આજે આ શોખમાં તેઓ ગુજરાતની ફેમસ મુવી લવ વાઇરસ અને ધાકડ સહિતની અને ગુજરાતી ફિલ્મોમાં બેગ્રાઉન્ડ મ્યુઝીક આપી ચૂક્યા છે.
યોગ સાથે સંગીતનો સંયોગ, આજે વિશ્વ યોગદિવસની સાથે વિશ્વ સંગીત દિવસ - porbandar
પોરબંદર : આજે વર્લ્ડ યોગા ડેની વિશ્વભરમાં શાનદાર ઉજવણી થઈ રહી છે. ત્યારે સાથે વર્લ્ડ સંગીત દિવસ પણ છે. જેનો કદાચ લોકોને ખ્યાલ નહીં હોય. આજે બંને દિવસનો સંયોગ છે. કારણ કે યોગની સાથે જો સંગીત હોય તો મેડિટેશન અને ધ્યાન સંપૂર્ણપણે સ્વસ્થતા તરફ લઈ જાય છે. તેવું અનેક મહાન યોગ આચાર્યોનું કહેવુ છે.
![યોગ સાથે સંગીતનો સંયોગ, આજે વિશ્વ યોગદિવસની સાથે વિશ્વ સંગીત દિવસ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3626779-thumbnail-3x2-music.jpg)
પોરબંદરના યુવાનોમાં વેસ્ટર્ન મ્યુઝિક શીખવાનું પણ અનોખો ક્રેઝ જોવા મળી રહ્યો છે. લંડનની એક યુનિવર્સિટીમાંથી કોર્સ થાય છે. જેની પરીક્ષા રાજકોટ અથવા અમદાવાદ આપવી પડે છે. પરંતુ વેસ્ટર્ન મ્યુઝિક મોટાભાગના લોકોમાંથી યુવાનો ખાસ કરીને આ તરફ વળ્યા છે. અને વેસ્ટર્ન મ્યુઝિક પણ શીખી રહ્યા છે.
જો જીવનમાં સંગીત હોય તો શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ પણ રહી શકાય છે. આજે વર્લ્ડ યોગ દિવસ નિમિત્તે સૌ લોકોએ યોગ તો કર્યા પરંતુ સાથે-સાથે વર્લ્ડ મ્યુઝિક ડે છે. યોગની સાથે સાથે જો સંગીત પણ રાખવામાં આવે તો અનોખો સુમેળ વર્તાય છે. મ્યુઝિક જીવનની દરેક પળોમાં હંમેશા મનને શાંતિ આપે છે. ક્લાસિકલ મ્યુઝિક દ્વારા અનેક થેરાપી પણ એવી આવે છે. જેનાથી રોગ પણ મટી શકે છે. આથી જીવનમાં સંગીતનું મહત્વ ખૂબ જ વધુ છે.