- ગત ટર્મમાં બજેટમાં CCTV કેમેરા અંગે કર્યો હતો ઉલ્લેખ
- પરંતુ હજુ સુધી પરિસર કે ઓફિસોમાં CCTV ન લગાવાતા લોકોમાં અનેક ચર્ચાઓ
- CCTV કેમેરા ભ્રષ્ટાચાર ખુલો પાડવામાં મદદરૂપ બની શકે છે
પોરબંદર: એક તરફ સરકાર દ્વારા દેશમાં ડિજિટલ ટેકનોલોજીનો વધારેમાં વધારે ઉપયોગ થાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સરકારી કચેરીઓમાં પણ ડિજીટલ ટેકનોલોજીનો ઉપયોગ પ્રજાની સુવિધા માટે મોટા પ્રમાણમાં કરવામાં આવી રહ્યો છે, પણ પોરબંદરની જિલ્લા પંચાયત કચેરીમાં CCTV કેમેરા લગાવવામાં આવ્યા જ નથી જિલ્લા પંચાયતની તમામ ઓફિસોમાં CCTV ફરજિયાત લગાવવામાં આવે તો ભ્રષ્ટાચારની પોલ ખોલવામાં CCTV કેમેરા મદદરૂપ થઈ શકે તેમ છે. હામમાં જ એક અધિકારી લાંચ લેતા ઝડપાયો હતો.
આ પણ વાંચો : પોરબંદર નગરપાલિકાની નોટિસને અવગણીને લાખોનો ટેક્સ ન ભરતા લોકોની 5 કોમર્શિયલ મિલકત સીલ
ગત ટર્મમાં બજેટમાં CCTVનો ઉલ્લેખ હતો ઉલ્લેખ પરંતુ હજુ સુધી સીસીટીવી નાખવામાં આવ્યા નથી
ભ્રષ્ટાચાર નાબુદ કરવા સરકાર દ્વારા અનેક પ્રયત્નો કરવામાં આવ્યા છે અને એન્ટી કરપ્શન બ્યુરો આ બાબતે સચેત રહે છે. તાજેતરમાં જ પોરબંદર જિલ્લા પંચાયતના એક મદદનીશ ઇજનેરને રંગેહાથ લાંચ લેતા સુરેન્દ્રનગર એસીબી ટીમે ઝડપી લીધો હતો. જિલ્લા પંચાયતની એક પણ કચેરીમાં CCTV ન હોવાના કારણે લોકોમાં અનેક સવાલો ઉઠયા છે, શા માટે જિલ્લા પંચાયત કચેરીના ભવનમાં અને ઓફિસોમાં CCTV લગાવવામાં આવતા નથી.