- પોરબંદર જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંતર્ગત અંતિમ દિવસે ઉમેદવારોએ ફોર્મ ભર્યા
- નગરપાલિકામાં 155 જિલ્લા પંચાયતમાં 42 અને તાલુકા પંચાયતમાં 143 ફોર્મ ભરાયા
- 280 બૂથ પર 28 ફેબ્રુઆરીના રોજ યોજાશે મતદાન
પોરબંદર : જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંતર્ગત જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને પોરબંદર છાયા નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી કરવાના અંતિમ દિવસે જિલ્લા ચૂંટણી અધિકારી રાજેશ તન્નાના જણાવ્યા અનુસાર પોરબંદર જિલ્લા પંચાયતના 18 વૉર્ડમાં 42 ફોર્મ ભરાયા છે. જ્યારે પોરબંદર છાયા સંયુક્ત નગરપાલિકામાં 13 વૉર્ડમાં 155 ફોર્મ ભરાયા છે. આ ઉપરાંત પોરબંદર તાલુકા પંચાયતની 22 બેઠકો પર 56 ફોર્મ ભરાયા છે. આ સાથે રાણાવાવ તાલુકા પંચાયતમાં 16 બેઠક પર 45 ફોર્મ ભરાયા છે. કુતિયાણા તાલુકા પંચાયતની 4 બેઠક પર 42 ફોર્મ ભરાયા છે. આગામી 28 ફેબ્રુઆરીના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પોરબંદર જિલ્લામાં અઢી લાખ જેટલા મતદારો મતદાન કરશે, તેમ ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું.