પોરબંદરઃ જિલ્લામાં 22 ઓગસ્ટના રોજ 13 કેસ કોરોના પોઝિટિવ નોંધાયા છે. જેથી અત્યાર સુધીમાં જિલ્લામાં આવેલા કોરોના કુલ પોઝિટિવ કેસનો આંકડો 379 થયો છે.
પોરબંદરના ગોપ પ્લોટમાં રહેતા 55 વર્ષના પુરુષને અન્ય જિલ્લા ખાતે કોરોના પોઝિટિવ આવ્યો છે. આ ઉપરાંત પોરબંદરના વાડી પ્લોટ વિસ્તારમાં રહેતા 32 વર્ષના પુરુષને અન્ય જિલ્લા ખાતે કોરોના પોઝિટિવ આવ્યો છે અને વાલ્મીકિ વાસ રાણાવાવમાં રહેતા 42 વર્ષના પુરુષને તથા નગીનદાસ મોદી પ્લોટમાં રહેતા 34 વર્ષના પુરુષને કોરાના પોઝિટિવ આવ્યો છે.
આ ઉપરાંત પોરબંદરના રહેવાસી મૂળ ગારટીયા તમિલનાડુના 39 વર્ષના પુરુષને અન્ય જિલ્લામાં કોરોના પોઝિટિવ આવ્યો છે. આ ઉપરાંત પોરબંદરના કડિયા પ્લોટ ખાતે રહેતા 31 વર્ષના પુરુષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે તથા ભાટિયા બજારમાં રહેતા 52 વર્ષના પુરુષને અને પોરબંદરના શિંગડા ગામે રહેતાં 24 વર્ષના પુરુષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે તથા જુબેલીમાં રહેતા 21 વર્ષના પુરુષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
આ ઉપરાંત પોરબંદર સ્ટેશન પ્લોટમાં રહેતા 62 વર્ષના પુરુષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે તથા ખારવાવાડમાં રહેતા 65 વર્ષના મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે તથા પંચનાથ મંદિર પાસે રહેતા 70 વર્ષના મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે તથા રાણાવાવમાં રહેતા 30 વર્ષના પુરુષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.