પોરબંદર: સમગ્ર રાજ્યમાં કોરોના વાઈરસનો કહેર જોવા મળી રહ્યો છે. જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. પોરબંદર શહેરમાં શુક્રવારે કોરોનાના કુલ 13 કેસ નોંધાયા છે. કુલ 34 સેમ્પલ પોરબંદરની લેબમાં લેવામાં આવ્યા હતા.જેમાંથી 30 નેગેટિવ અને 4 પોઝિટિવ આવ્યા છે.આ ઉપરાંત 127 સેમ્પલ જામનગર મોકલવામાં આવ્યા હતા.જેમાંથી 113 નેગેટિવ આવ્યા છે. જ્યારે 9 પોઝિટિવ આવ્યા છે અને 5ના રિપોર્ટ પ્રોસેસમાં છે.
પોરબંદર શહેરમાં 13 જેટલા કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા તંત્ર દોડતું થયું છે. જેમાં બગવદરમાં રહેતા 19 વર્ષના યુવાનને અને રાજસ્થાનના રહેવાસી ધોલપુરના રહેવાસી 56 વર્ષના પુરુષને પોરબંદરમાં પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે.
પોરબંદર કોરોના અપડેટ: એક જ દિવસમાં કોરોનાના 13 પોઝિટિવ કેસ નોંધાયા - કોરોના ન્યૂઝ
ગુજરાતનો એક પણ જિલ્લો કોરોનાથી બાકાત રહ્યો નથી. પોરબંદર શહેરમાં શુક્રવારે 13 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.
પોરબંદરના શ્યામ પાર્ક પોરબંદરમાં રહેતા 56 વર્ષના પુરુષ તેમજ કમલાબાગ પોરબંદરમાં રહેતા 32 વર્ષના પુરુષ ને અને છાયા પોરબંદરમાં રહેતા 36 વર્ષના પુરુષને તથા મેમણ વાર પોરબંદરમાં રહેતી 35 વર્ષની મહિલાને અને મેમણવાળમાં રહેતા 60 વર્ષના પુરુષ તથા જુરીબાગમાં રહેતા 24 વર્ષના પુરુષ અને જુરી બાગમાં રહેતા 20 વર્ષના પુરુષ તથા વણકરવાસ કુછડીમાં રહેતા 38 વર્ષના યુવાન ને તથા છાયા મેર સમાજ બજરંગ ડેરી સામે રહેતા ૫૧ વર્ષના પુરુષ ને તથા રામટેકરી રોડ પૂનમ વાડીની બાજુમાં રહેતા 43 વર્ષના પુરુષને કોરોના પોઝિટિવ આવ્યો છે.
આ તમામના રહેણાંક વિસ્તારમાં કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા તમામ તકેદારીના પગલાં હાથ ધરી કાર્યવાહી કરવામાં આવી છે.