અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ સર્જાતા ડિપ્રેશનમાં પરિવર્તિત થઇ ચૂકી છે, જેના કારણે તે ધીરે-ધીરે આગળ વધી ઉત્તર-પશ્ચિમ તરફ વધશે. જેના પગલે તંત્ર દ્વારા માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી દેવામાં આવી છે. સાથે સાથે રાજ્યના તમામ પોર્ટ પર એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.
હવામાન વિભાગ દ્વારા ૧૨ અને ૧૩ જૂનના રોજ સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદની આગાહી - Gujarat News
અમદાવાદઃ ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી ૧૨ અને ૧૩ જૂનના રોજ વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ૧૦૦ કિલોમીટરની ઝડપે પવન સાથે વરસાદ પડવાની શક્યતા છે. સૌરાષ્ટ્રમાં રાજકોટ, ભાવનગર, જામનગર, ગીર સોમનાથ, અમરેલી કચ્છ સહિતના વિસ્તારોમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગુજરાત વરસાદ
હવામાન વિભાગ એ સમુદ્રમાં પવન સાથે વાવાઝોડું આવે તેવી આગાહી પણ કરી છે. ૧૨ જૂનથી રાજ્યભરમાં વરસાદની અસર શરૂ થશે.