ચૂંટણીતંત્રના સતત પ્રયાસોના લીધે 11-પોરબંદર સાંસદિય મતવિસ્તારમાં 31 જાન્યું 19નાં રોજ પ્રસિધ્ધ કરેલ મતદાર યાદી બાદ 4/4/2019ની સ્થિતીએ 11322 મતદારોનો ઉમેરો થયો છે. અર્થાત 31 જાન્યુ 19નાં રોજ કુલ મતદારો 16,49,610 હતા તે હવે 16,60,932 થયા છે.
પોરબંદરમાં 11322 મતદારોનો ઉમેરો, 23મીએ કરશે મતદાન - pbr
પોરબંદરઃ લોકસભા સામાન્ય ચૂંટણી સંદર્ભે જિલ્લા ચૂંટણીતંત્ર દ્રારા 1-1-19નાં રોજ 18 વર્ષ પુરા થતા હોય તે મુજબ લાયકાતની તારીખના સંદર્ભે 31 જાન્યુઆરી 2019નાં રોજ મતદાર યાદીની આખરી પ્રસિધ્ધિ કરવામાં આવી હતી. આ યાદીમાં જેમના નામ બાકી રહી ગયા હોય તથા 18 વર્ષ પૂર્ણ થયા હોય તેવા મતદારો માટે ચૂંટણીતંત્ર દ્રારા સતત મતદાર યાદી સુધારણા કાર્યક્રમો અને ખાસ ઝુંબેશ પણ યોજવામાં આવ્યો હતો.
ફાઇલ ફોટો
11-પોરબંદર લોકસભા મત વિસ્તારમાં તારીખ 4/4/2019ની સ્થિતીએ મતદારોના આંકડાઓ......
વિગત | પુરૂષ મતદાર | સ્ત્રી મતદાર | થર્ડ જેન્ડર | કુલ |
73-ગોંડલ | 112701 | 104673 | 7 | 217381 |
74-જેતપુર | 136666 | 124113 | 2 | 260781 |
75-ધોરાજી | 133445 | 1241830 | 0 | 257628 |
85-માણાવદર | 125681 | 114279 | 0 | 239960 |
88-કેશોદ | 120517 | 111556 | 0 | 232073 |
83-પોરબંદર | 126858 | 119258 | 3 | 246119 |
84-કુતિયાણા | 108105 | 98885 | 0 | 206990 |
કુલ | 863973 | 796947 | 12 | 1660932 |