ગુજરાત

gujarat

ETV Bharat / state

ગર્ભવતી મહિલાને પોરબંદર 108ની ટીમે એમ્બ્યૂલન્સમાં કરાવી નોર્મલ ડિલેવરી - ambulance

પોરબંદર: ફટાણા ગામની મહિલાને પ્રસુતિની પીડા ઉપડતા મહિલાને તાત્કાલિક પ્રસુતિ માટે 108માં સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી, પરંતુ મહિલાને વધુ દુખાવો ઉપડતા 108 એમ્બ્યુલન્સનાં ઇ.એ.ટી હિરેન નંદણીયાએ એમ્બ્યુલન્સને માર્ગ ઉપર રોકી મહિલાની પ્રસુતિ કરાવી હતી.

સ્પોટ ફોટો

By

Published : May 30, 2019, 3:10 PM IST

ગુજરાત સરકાર 108 ઈમરજન્સી સેવા ફરી એકવાર મદદગાર સાબિત થઇ રહી છે. જેનો વધું એક કિસ્સો ગુરુવારના રોજ સામે આવ્યો હતો. પ્રાપ્ત માહીતી અનુસાર બુધવારે રાતે 8.20 વાગ્યે પોરબંદર જિલ્લાના ફટાણા ગામમા રહેતાં ચંમપીબેન ચૌહાણને અચાનક પ્રસુતિની પીડા ઉપડતા તેઓને તાત્કાલિક પ્રસુતિ માટે લઈ જવાની ફરજ પડી હતી. જેથી108 એમ્બ્યુલન્સનો સંપર્ક કરતા અડવાણા ગામમાં 108 ના કર્મચારીઓ તાબડતોબ ફટાણા ગામે પહોચી ગયા હતાં.

સારવાર માટે અડવાણા સરકારી હોસ્પિટલ ખાતે લઇ જતા હતા. તે દરમિયાન વધુ દુઃખાવો ઉપડતા તેઓની પ્રસુતિ 108 માંજ કરાવવાની નોબત સર્જાઈ હતી. જેથી 108 એમ્બ્યુલન્સનાં એ.મ.ટી. હિરેન નંદાણીયા અને પાયલોટ સંદીપ મેઘનાથિ એમ્બ્યુલન્સ પોરબંદર સોઢાણા ગામનાં માર્ગ ઉપર રોકી ચંપીબેનની સફળ પ્રસુતિ કરાવી માતા અને પુત્રનો જીવ બચવ્યો. ત્યારબાદ માતા અને પુત્રને બેબીકેર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં.

ABOUT THE AUTHOR

...view details