ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારમાં બે દિવસ થી સતત વોચ ગોઠવી હિલચાલ રાખવામાં આવી હતી. ત્યારે દરિયામાં શંકાસ્પદ પ્રવૃત્તિની બાતમીના આધારે કોસ્ટગાર્ડની મદદથી ઓપરેશન હાથ ધર્યું હતું.પોલીસ અને કોસ્ટગાર્ડની ટીમોએ ડ્રગ્સ ભરેલા જહાજને ઘેરી લેતા માફિયાઓએ વિસ્ફોટ કરી જહાજને ઉડાવી દીધું હતું.
ATSની ટીમે9 લોકોની ધરપકડ કરી છે. તે તમામનાગરીક ઇરાની છે. પોલીસે બોટમાંથી અંદાજે100 કિલો જેટલો હેરોઇનનો જથ્થો જપ્ત કર્યો હતો. જેની કિંમત અંદાજે 500 કરોડ રૂપિયા જેટલી છે.આ ઉપરાંત બોટમાં વધુ ડ્રગ્સનો જથ્થો હોવાની આશંકા છે.
પોરબંદરમાં ઈરાનિ બોટમાંથી પકડાયો 100 કિલો હેરોઈનનો જથ્થો પોલીસ પૂછપરછમાંજાણવા મળ્યુંકે, પાકિસ્તાનના ગ્વાદર પોર્ટ પરથી આ આ ડ્રગ્સનો જથ્થો મોકલાયો હતો. પાકિસ્તાનના હમીદ મલિક નામના શખ્સે આ ડ્રગ્સ મોકલ્યું હોવાનું જાણવા મળ્યું હતું. ઝડપાયેલા તમામ નવ શખ્સ ઈરાની નાગરીક છે. પોલીસ દ્રારા હાલ વધુ તપાસ કરવામા આવી રહી છે.
ધરપકડ કરાયેલાઆરોપીઓના નામ
- આયુબ મુરાદ બલોચ, ઉ.39
- અમીન મહોમ્મદ દોર્જાદે, ઉ.26
- ઈશાક અબ્દુલરહીમ દિલશાદી, ઉ.33
- મહોમ્મદ અસ્લમ અનદીલ દિવદેલ, ઉ.39
- વાહીદ પીરમામદ બલોચ, ઉ.25
- ઉમ્મીદ મુસા ઈરાનખ, ઉ.20
- તાહેર મૌલાદાદ રાઝ, ઉ.34
- સાજીદ ઉમર ખુશે, ઉ.20
- દોર મહોમ્મદ નકીબ રઈશી, ઉ.63