પોરબંદર: ભારતની જળ સીમા (India's water border boat ) 12 નોટિકલ માઈલ લંબાઈ ધરાવે છે. આ જળ સીમામાં જો કોઈ બોટ પરમિશન વગર આવે તો તેને ગેરકાયદેસરની ઘુસણખોરી કહેવાય છે. પાકિસ્તાનથી પોરબંદરની (Porbandar Coast Guard) સમુદ્ર સીમા નજીક હોવાથી અહીં ભારતની જળ સીમા પર ઘુસણખોરી કરતા પકિસ્તાનીઓમાં વધારો થયો છે. 8મી જાન્યુઆરીના રોજ બોટ અને 10 પાકિસ્તાનીઓ (10 Pakistanis brought to Porbandar jetty) ઝડપાયા હતાં. જેમાં હાલ તમામ પાકિસ્તાનીઓને તેમની બોટ સાથે પોરબંદર જેટ્ટી લાવવામાં આવ્યા છે. આ બાદ તેમની પૂછપરછ કરવામાં આવશે.
ભારતીય જળસીમા ઘૂસણખોરી મામલે બોટ સાથે ઝડપાયેલા 10 પાકિસ્તાનીઓને લવાયા પોરબંદર જેટી પર ઘૂસણખોરો પાસે કોઈ સંદિગ્ધ પદાર્થ છે કે નહીં તે અંગે તપાસ કરાશે
ઉલ્લેખનીય છે કે, આ અગાઉ ભારતીય જળ સીમામાં ઘુસણખોરી (Intrusion into Indian water Border) કરી 6 ડિસેમ્બરના રોજ પાકિસ્તાની માછીમારી કરતી બે બોટમાં સવાર માછીમારો માછીમારી કરી રહ્યા હતા, જે ભારતીય કોસ્ટગાર્ડને ધ્યાન પર આવતા કોસ્ટગાર્ડની આરિંજય શિપના જવાનોએ 2 બોટ સાથે 18 પાકિસ્તાની માછીમારોને ઝડપી લીધા હતા. 6 ડિસેમ્બરના રોજ ઝડપાયેલા 18 પાકિસ્તાનીઓ ( 18 Pakistanis Caught on 6 December) પાસેથી કોઈ સંદિગ્ધ પદાર્થ મળી આવ્યો ન હતો, જ્યારે શનિવારે ઝડપાયેલા 10 પાકિસ્તાનીઓને પોરબંદર લાવી પૂછપરછ બાદ જ વધુ વિગત સામે આવશે અને કાયદાકીય પગલાં લેવાશે.
ભારતીય જળસીમા ઘૂસણખોરી મામલે બોટ સાથે ઝડપાયેલા 10 પાકિસ્તાનીઓને લવાયા પોરબંદર જેટી પર આ પણ વાંચો: આ પાંચ રાજ્યોમાં રસીકરણના સર્ટીફિકેટ પર PM મોદીના ફોટા પર પ્રતિબંધ, જાણો કારણ
આ પણ વાંચો: ભારતીય જળસીમા ઘૂસણખોરી મામલો: 10 પાકિસ્તાનીઓને લઈને 'અંકિત' પહોંચી પોરબંદર જેટ્ટી