ગુજરાત

gujarat

ETV Bharat / state

પોરબંદરથી મહાશિવરાત્રીના મેળામાં જનાર પ્રવાસીઓ માટે 10 એક્સ્ટ્રા બસ દોડશે - news in Porbandar

પોરબંદરથી જૂનાગઢ ભવનાથ સુધી યાત્રિકો મહાશિવરાત્રીના મેળામાં સરળતાથી પહોંચી શકે તે માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ પોરબંદર એસટી ડેપો દ્વારા દસ એકસ્ટ્રા બસો ફાળવવામાં આવી છે.

porbandar
પોરબંદર

By

Published : Feb 18, 2020, 4:02 PM IST

પોરબંદરઃ જૂનાગઢ ભવનાથ તિર્થ સ્થાને યોજાનારા મહા શિવરાત્રીના મેળામાં દર્શન કરવા માટે દેશભરથી સાધુ-સંતો અને યાત્રિકો પધારતા હોય છે. ત્યારે પોરબંદરથી જૂનાગઢ ભવનાથ સુધી યાત્રિકો મહાશિવરાત્રીના મેળામાં સરળતાથી પહોંચી શકે તે માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ પોરબંદર એસટી ડેપો દ્વારા દસ એકસ્ટ્રા બસો ફાળવવામાં આવી છે.

પોરબંદરથી મહાશિવરાત્રીના મેળામાં જનાર પ્રવાસીઓ માટે 10 એક્સ્ટ્રા બસ દોડશે
તારીખ 17થી 23 ફેબ્રુઆરી સુધી જુનાગઢ ભવનાથ ખાતે યોજાનારા મહાશિવરાત્રી મીનીકુંભ મેળામાં દેશભરમાંથી સાધુ સંતો ભક્તો અને યાત્રિકો પધારતા હોય જે આસ્થા સાથે આવેલા શિવભકતોને સરળતાથી મીની કુંભ મેળામાં પહોંચી શકે તેમજ પ્રાઇવેટ વાહનોને વધારે પૈસા ચૂકવી મુસાફરી ન કરવી પડે તે માટે એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસો ફાળવવામાં આવી છે. તેમ પોરબંદર એસટી ડેપોના મેનેજર હીરીબેન કટારાએ જણાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details