ગુજરાત

gujarat

By

Published : Apr 30, 2021, 10:05 AM IST

ETV Bharat / state

કુતિયાણામાં ધારાસભ્યએ 10 બેડનું કોવિડ કેર સેન્ટર કરાવ્યું શરૂ

કોરોનાના કારણે કુતિયાણાના દર્દીઓ પરેશાન હતા તેથી ધારાસભ્ય કાંધલ જાડેજાએ રાજ્ય સરકારને કુતિયાણામાં કોવિડ કેર સેન્ટર શરૂ કરવા રજૂઆત કરી હતી માટે કુતિયાણાના દર્દીઓ માટે કોવિડ કેર સેન્ટર શરૂ કરાયું છે તેમજ તંત્ર તથા અનેક સંસ્થાઓ દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે.

રાજ્ય સરકારને ધારાસભ્ય કાંધલ જાડેજાએ કરી હતી રજૂઆત
રાજ્ય સરકારને ધારાસભ્ય કાંધલ જાડેજાએ કરી હતી રજૂઆત

  • રાજ્ય સરકારને ધારાસભ્ય કાંધલ જાડેજાએ કરી હતી રજૂઆત
  • 10 બેડનું કોવિડ કેર સેન્ટર કરાયું શરૂ
  • દર્દીઓને સ્થાનિક કક્ષાએ સારવાર મળી રહેશે

પોરબંદર: જિલ્લાના કુતિયાણામાં અનેક દર્દીઓ પરેશાન હતા. સારવાર માટે તેઓને મુશ્કેલી ન પડે તે માટે ધારાસભ્ય કાંધલ જાડેજાએ રાજ્ય સરકારને કુતિયાણામાં કોવિડ કેર સેન્ટર શરૂ કરવા રજૂઆત કરી હતી. રજૂઆતના પગલે કુતિયાણામાં કોવિડ કેર સેન્ટર શરૂ કરાયું છે.

10 બેડનું કોવિડ કેર સેન્ટર

આ પણ વાંચો: પોરબંદર જિલ્લામાં બહારથી આવતા દર્દીઓની સંખ્યા વધતા 50 બેડ વધારાશે

ઓક્સિજનનો જથ્થો મળી રહે તેવા પ્રયત્નો હાથ ધરાયા

પોરબંદર જિલ્લામાં દર્દીઓને ઓક્સિજનનો પૂરતો જથ્થો મળી રહે તે માટે તંત્ર તથા અનેક સંસ્થાઓ દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. આ કપરાકાળમાં અનેક સેવાભાવી લોકો પણ સાથે મળીને દર્દીઓની સેવા માટે આગળ આવ્યા છે. વહેલી તકે આ મહામારીથી છુટકારો મળે તેવી લોકો પ્રાર્થના કરી રહ્યા છે.

આ પણ વાંચો: પોરબંદરની બન્ને સરકારી કોવિડ હોસ્પિટલ ફૂલ હોવાથી અન્ય જિલ્લામાં દર્દીઓને દાખલ થવાના લાગ્યા બેનર

  • પોરબંદરની બન્ને સરકારી કોવિડ હોસ્પિટલ દર્દીઓથી ફૂલ થઈ ગઈ હોવાથી નવા દર્દીઓએ પ્રાઇવેટ હોસ્પિટલમાં અથવા અન્ય જિલ્લાની હોસ્પિટલમાં દાખલ થવાના બેનરો લાગ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details