ગુજરાત

gujarat

ETV Bharat / state

પોરબંદર સ્વામીનારાયણ મંદિરમાં 1.11 લાખ કેન્ડી સ્ટીકના હિંડોળા દર્શન - Swaminarayan temple

પોરબંદર: શહેરમાં એસ.ટી રોડ પર આવેલાં સ્વામિનારાયણ મંદિરમાં હિંડોળા મહોત્સવ યોજાયો હતો. જેમાં 1.11 કેન્ડી સ્ટિકની અવનવી ડિઝાઈનવાળા કલાત્મક હિંડોળા બનાવવામાં આવ્યાં હતા. સંતો-મહંતોની ઉપસ્થિતિમાં હિંડોળાનું ઉદ્ઘાટન કરાયું હતું.

પોરબંદર સ્વામીનારાયણ મંદિરમાં 1.11 લાખ કેન્ડી સ્ટીકના હિંડોળા દર્શન

By

Published : Jul 22, 2019, 5:41 AM IST

પોરબંદરમાં એસ.ટી રોડ પર આવેલા સ્વામિનારાયણ મંદિરમાં હિંડોળા મહોત્સવ યોજાયો હતો. મંદિરના આંગણે અદ્વિતીય 1,11000 કેન્ડી સ્ટિકની અવનવી ડિઝાઈનવાળા સુંદર કલાત્મક હિંડોળા બનાવવામાં આવ્યા હતા. જેનું ઉદ્ઘાટન સંતો મહંતોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.

પોરબંદર સ્વામીનારાયણ મંદિરમાં 1.11 લાખ કેન્ડી સ્ટીકના હિંડોળા દર્શન
આ પ્રસંગે જેતપુરના પરમ પૂજ્ય સંત નીલકંઠ ચરણદાસજી સ્વામી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ લોએજ ગામના શાસ્ત્રી હરિપ્રકાશદાસજી સ્વામી, રાજકોટના શાસ્ત્રી રાધારમણ દાસજી સ્વામી અને જેતપુરના શાસ્ત્રી શ્રી વિશ્વ મંગલ સ્વામીભક્તિ સ્વામી સહિત મોટી સંખ્યામાં હરિભક્તો હાજર રહ્યાં હતા.

ABOUT THE AUTHOR

...view details