- પાટણમાં ICICI બેન્કના એટીએમની થઈ તોડફોડ
- ATM લોહીથી થયું તરબોળ પોલીસે ઘટના સ્થળે પહોંચી યુવકની અટકાયત
- ઇજાગ્રસ્ત યુવાનને 108 મારફતે ખસેડાયો સારવાર અર્થે પાટણમાં ICICI બેંકના ATMની યુવાને કરી તોડફોડ
પાટણ :શહેરના સિટી પોઇન્ટ કોમ્પલેક્ષની પાસે આવેલ સિંધી માર્કેટમાં ICICI બેન્કના એટીએમમાં એક યુવાને તોડફોડ કરી ATMના કાચના દરવાજાનો કચ્ચરધાણ થયું હતું.આ યુવાને હાથમાં ધોકો લઇ તોડફોડ કરતા આસપાસના લોકો મોટી સંખ્યામાં દોડી આવ્યા હતા. તેમજ યુવાનને પગ તથા હાથના ભાગે કાચ વાગતા તે લોહીલુહાણ થયો હતો. સમગ્ર ATMના ફ્લોરિંગ તથા દીવાલો ઉપર લોહીથી તરબોળ થઈ ગયું હતું .
બનાવને પગલે વિસ્તારમાં ભારે અફડા-તફડી મચી