ગુજરાત

gujarat

ETV Bharat / state

80 ટકાથી વધુ સંક્રમિત હોવા છતાં યુવાને કોરોનાને હરાવ્યો - પાટણમાં કોરોનાનું પ્રમાણ

પાટણની જનતા હોસ્પિટલમાં ફરજ બજાવતા કોરોના વોરિયર્સ તબીબો અને સ્ટાફની દર્દીઓ પ્રત્યેની પરિવારની ભાવનાથી કરાતી સારવારને કારણે મોટાભાગના કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર મેળવી સ્વસ્થ બની રહ્યા છે, ત્યારે હોસ્પિટલમાંથી સારવાર મેળવી રહેલા આ યુવાન સ્વસ્થ બનતા તેમના પરિવારજનોમાં આનંદ જોવા મળ્યો હતો અને પરિવારે હોસ્પિટલના તબીબોનો આભાર વ્યક્ત કર્યો હતો.

80 ટકાથી વધુ સંક્રમિત હોવા છતાં યુવાને કોરોનાને હરાવ્યો
80 ટકાથી વધુ સંક્રમિત હોવા છતાં યુવાને કોરોનાને હરાવ્યો

By

Published : May 20, 2021, 10:35 PM IST

  • જનતા હોસ્પિટલના તબીબોની સરાહનીય કામગીરી
  • ગંભીર હાલતમાં કોરોનાગ્રસ્ત યુવાનને હોસ્પિટલમાં કરાયો હતો દાખલ
  • ડૉક્ટર્સની સારવાર અને દર્દીના મક્કમ મનોબળે કોરોનાને હરાવ્યો
  • 7માં દિવસે દર્દી સ્વસ્થ થતાં અપાઈ રજા
  • પરિવારજનોમાં આનંદ છવાયો
    80 ટકાથી વધુ સંક્રમિત હોવા છતાં યુવાને કોરોનાને હરાવ્યો

પાટણઃ શહેરની કોવિડ હોસ્પિટલોમાં અનેક કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે, ત્યારે પાટણની જનતા કોવિડ હોસ્પિટલમાં એક સપ્તાહ અગાઉ લાસ્ટ સ્ટેજમાં કોરોના પોઝિટિવ દર્દીને સારવાર અર્થે દિનેશ પટેલને લાવવામાં આવ્યા હતા. જેમના શરીરમાં 80 ટકાથી વધુ કોરોનાનું ઇન્ફેક્શન ફેલાયું હતું અને તેમનો કેસ નાજુક હતો, પરંતુ હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબો અને સ્ટાફ દ્વારા દર્દીનું પરિવારના સભ્યોની જેમ મનોબળ મજબૂત બનાવી સમયસરની સારવાર આપતાં દર્દીએ 7માં દિવસે કોરોનાને માત આપી હતી. જેથી તેમના પરિવારજનોમાં હર્ષના આંસુ છલકાયાં હતાં.

આ પણ વાંચોઃ 55 વર્ષીય મહિલાએ કોરોનાને મ્હાત આપી, 80 ટકા ફેંફસા હતાં કોરોના સંક્રમિત

ડૉક્ટર અને સ્ટાફની મહેનત રંગ લાવી

આ અંગે દર્દીના ભાઈએ જણાવ્યું હતું કે, એક અઠવાડિયા પહેલા રોતા રોતા મારા ભાઈને આ હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. ડૉક્ટરે ખાનગીમાં કેસ ફેલ હોવાનું જણાવ્યું હતું, પરંતુ કોવિડ વોર્ડના તબીબો અને સ્ટાફની મહેનતને કારણે મારો ભાઈ સ્વસ્થ થયો છે તેનો અમને આનંદ છે. હોસ્પિટલના તબીબો અને સ્ટાફની દરેક કોરોના પોઝિટિવ દર્દી સાથે પરિવારની ભાવનાથી સારવાર આપવાની કામગીરીને પરિવારના સભ્યોએ સરાહનીય લેખાવી હતી અને તબીબોનો આભાર વ્યક્ત કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details