- પાટણ ખાતે ફિટ ઈન્ડિયા અભિયાનનો સમાપન કાર્યક્રમ યોજાયો
- યોગ નિદર્શન અને દોડની સાથે ગાંધી વિચારોના પુસ્તકનું પઠન કરવામાં આવ્યું
- દોડમાં યોગ સાધકો, યોગ ટ્રેનર્સ, યોગ કોચ તથા પાટણ શહેરના નગરજનો જોડાયા
પાટણ: રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને જિલ્લા વહિવટી તંત્ર દ્વારા રમતગમત અધિકારીની કચેરી સંચાલિત પાટણ જિલ્લાના યોગ સેન્ટરો અને વિલાજ પાર્ટી પ્લોટ દ્વારા આયોજીત ફિટ ઈન્ડિયા સમાપન કાર્યક્રમ અંતર્ગત ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે સવારે પાટણ શહેરના ટેલિફોન એક્સચેન્જ રોડ પરની શગણેશ સોસાયટીથી વિલાજ પાર્ટી પ્લોટ સુધી દોડ યોજાઈ હતી. જેને જિલ્લા શિક્ષણાધિકારી એ.પી.ઝાલા, જિલ્લા રમતગમત અધિકારી વી.સી.પટેલ, નગરપાલિકાના ઉપપ્રમુખ લાલેશ ઠક્કર તથા નગરપાલિકાના ચીફ ઑફિસર પાંચાભાઈ માળી દ્વારા લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.