પાટણમાં રાજ્યના શ્રમ અને રોજગાર પ્રધાન દિલીપ ઠાકોરે યોગ દિવસની કરી ઉજવણી - Rani vav
પાટણઃ સમગ્ર દેશ અને દુનિયામાં યોગ ગુરુ બનેલા ભારત દેશ સહીત વિશ્વના દેશોમાં શુક્રવારે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામા આવી હતી. ત્યારે પાટણમાં પણ ઠેર ઠેર યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પાટણ શહેરના કોલેજ કેમ્પસ ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોગનું આયોજન કરવામાં આવ્યું હતું.
![પાટણમાં રાજ્યના શ્રમ અને રોજગાર પ્રધાન દિલીપ ઠાકોરે યોગ દિવસની કરી ઉજવણી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3628741-thumbnail-3x2-patan.jpg)
યોગ દિવસ
આ કાર્યક્રમમાં રાજ્યના શ્રમ અને રોજગાર પ્રધાન દિલીપ ઠાકોરે પણ હાજરી આપી હતી. સાથે જ સાથે જ વર્લ્ડ હેરીટેજ સાઈટ રાણીની વાવ ખાતે પણ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં એક સાથે મોટી સંખ્યામાં સરકારી કર્મચારીઓ,પોલીસ કર્મીઓ તેમજ શાળાઓના વિદ્યાર્થીઓએ ઉત્સાહ સાથે યોગ કરી યોગ દિવસની ઉજવણી કરી હતી. તદ્ ઉપરાંત જિલ્લા કક્ષાના 5, તાલુકા કક્ષાના 26 તેમજ તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
પાટણમાં ધામધુમથી યોગ દિવસની ઊજવણી કરાઈ