- પુત્રને જન્મ આપ્યો છે તે સમાચાર જાણી મોઢા પર સ્મિત સાથે મહિલાએ અંતિમશ્વાસ લીધો
- મહિલાના મોતને લઇ પરિવારજનોમાં શોકની કાલિમા છવાઈ
- જન્મતાની સાથે જ પુત્રએ માતાની છત્રછાયા ગુમાવી
પાટણ:બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના ધન્યાવાડા ગામની અને રાજસ્થાનના હડમતીયા ગામે પરણાવેલી સરોજકુંવર કૃપાલસિંહ દેવડા સગર્ભાવસ્થા દરમિયાન કોરોના સંક્રમિત થયા હતા. જેઓને પાટણની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં, તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા વધુ સારવાર માટે ધારપુર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ દરમિયાન, ગાયનેક ડોક્ટર દ્વારા મહિલાનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. ઓપરેશન દરમિયાન મહિલાએ દીકરાને જન્મ આપ્યો હતો. મહિલા ભાનમાં આવ્યા બાદ પોતે દીકરાને જન્મ આપ્યો છે તે સમાચાર સાંભળી અંતિમશ્વાસ લીધા હતા. આમ, જન્મની સાથે જ પુત્રએ માતાની છત્રછાયા ગુમાવી હતી. મહિલાના મોતને લઇ હોસ્પિટલ સ્ટાફ સહિત પરિવારજનોમાં શોકની કાલિમા છવાઈ હતી.
આ પણ વાંચો:કોરોનાગ્રસ્ત સગર્ભાની ડિલિવરી દરમિયાન કરૂણ મોત, બાળકની તબિયત નાજુક