પાટણ: ICDS વિભાગ દ્વારા વ્હાલી દીકરી યોજના લાભાર્થીઓના ઘરે ઘરે જઈ હુકમોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ આ યોજના અંગેનું માર્ગદર્શન પણ વાલીઓને આપવામાં આવ્યુંં હતું. પોષણ માસ ઉજવણી અંતર્ગત પાટણ જિલ્લા ખાતે મુખ્યપ્રધાન દ્વારા ભેટ આપવામાં આવેલી “વ્હાલી દીકરી યોજના”માં વાર્ષિક રૂપિયા 2,00,000 થી ઓછી આવક ધરાવતા કુટુંબને ત્યાં દિકરીનો જન્મ થયો હોય તેમને રૂપિયા 1,10,000ની સહાય આપવામાં આવે છે.
પાટણ ICDS વિભાગ દ્વારા “વ્હાલી દીકરી યોજના”ના હુકમનું વિતરણ કરાયા - વ્હાલી દીકરી યોજના
પાટણ ICDS વિભાગ દ્વારા વ્હાલી દીકરી યોજના લાભાર્થીઓના ઘરે ઘરે જઈ હુકમોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ આ યોજના અંગેનું માર્ગદર્શન પણ વાલીઓને આપવામાં આવ્યું હતું.
પાટણ ICDS
જે અંતર્ગત બુધવારે પાટણ ICDS વિભાગ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં રહેતા 23 લાભાર્થીઓના ઘરે જઇ આ હુકમનું વિતરણ કરવામાં આવ્યું હતું. આંગણવાડી કેન્દ્રો ખાતે મમતા દિવસની ઉજવણી નિમિત્તે આરોગ્ય વિભાગ દ્વારા રસીકરણ તેમજ સગર્ભા બહેનોની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી. આ ઉપરાંત ICDSની “પૂર્ણાસખી” યોજના અંતર્ગત દરેક આંગણવાડી કેન્દ્રો ખાતે પૂર્ણાસખી - સહસખી (કિશોરીઓ) દ્વારા પોષણ તોરણ બનાવીને પોષણનો સુંદર સંદેશ આપ્યો હતો.