ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટણમાં પાણીની તંગી વચ્ચે પીવાના પાણીની પાઇપમાં ભંગાણ

પાટણ: જીલ્લાના અંતરિયાળ ગામોમાં પીવાના પાણીની વિકટ સમસ્યા ઊભી થવા પામી છે. લોકોને પાણી મેળવવા માટે આમ તેમ ભટકવું પડે છે ત્યારે માંડ માંડ પાણી મળે છે. તો બીજી તરફ વહીવટી તંત્રની બેદરકારી ને કારણે હજારો લિટર પાણીનો બગાડ થઈ રહ્યો છે. સાંતલપુર તાલુકામાં પીવાના પાણીની લાઇનમા ભંગાણ પડતાં હજરો લીટર પાણીનો વેડ ફાટ થવા પામ્યો છે.

yyyyyy

By

Published : May 9, 2019, 3:22 AM IST

સમગ્ર ઉત્તર ગુજરાત મા ગત વર્ષે ચોમાસામા નહિવત્ પ્રમાણમાં વરસાદ થયો હતો. પાટણ જીલ્લામાં પણ નહિવત્ વરસાદ થતા અછતની પરિસ્થિતિનું નિર્માણ થયુ છે. સરકારે પણ પાટણ જીલ્લાના આઠ તાલુકાઓને અસરગ્રસ્ત જાહેર કર્યા છે. જીલ્લાના અંતરિયાળ ગામડાઓમાં હાલમા પીવાના પાણીની વિકટ સમસ્યા ઊભી થઈ છે. લોકોને પાણી ભરવા માટે દૂર દૂર સુધી જવું પડે છે, છતા પણ પાણી મળતું નથી. પાણી માટે આ વિસ્તારના લોકોને આમતેમ ભટકવુ પડે છે. તો બીજી તરફ વહીવટી તંત્રની ઉદાસીનતાને કારણે સાંતલપુર તાલુકામા પીવાની પાણીની પાઇપ લાઇનમાં ભંગાણ સર્જતાં હજારો લીટર પાણીનો બગાડ થયો છે. પાણીના ફુવારા ઉડતા પાણી આસપાસમા ફેલાઇ ગયુ હતુ.

રાજયના મુખ્ય પ્રધાન એક બાજુ લોકોને પાણીનો બચાવ કરવાની વાતો કરે છે. તેમજ સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ પણ પાણી બચાવવા માટે લોકોને માર્ગદર્શન આપે છે. તો સિક્કાની બીજી બાજુ વહીવટી તંત્રની બેદરકારીને કારણે સાંતલપુર તાલુકામાં પાણીની બગાડ થતા લોકોમાં વહીવટી તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details