ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટણમાં રાણીની વાવ ખાતે વોટર ફેસ્ટિવલ યોજાયો, રંગબેરંગી લાઈટથી ઝળહળી વાવ - રાણી ની વાવ ખાતે વોટર ફેસ્ટિવલ

પાટણની રાણીની વાવ (Rani Ni Vav in Patan) રંગબેરંગી લાઈટથી ઝળહળી ઉઠી હતી. રાણી ની વાવ ખાતે વોટર ફેસ્ટિવલ યોજાયો હતો. વર્ષ 2015 માં પણ આ સંસ્થા દ્વારા પાટણની રાણ કી વાવ ખાતે (Water Festival at Rani Ni Vav) ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ આ સંસ્થા દ્વારા ફરી એકવાર હેરીટેઝ વિકના પ્રથમ દિવસે રાત્રે રાણીની વાવ ખાતે વોટર ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું.

પાટણમાં રાણી ની વાવ ખાતે વોટર ફેસ્ટિવલ યોજાયો, રંગબેરંગી લાઈટથી ઝળહળી ઉઠી રાણી ની વાવ
પાટણમાં રાણી ની વાવ ખાતે વોટર ફેસ્ટિવલ યોજાયો, રંગબેરંગી લાઈટથી ઝળહળી ઉઠી રાણી ની વાવ

By

Published : Nov 21, 2022, 2:18 PM IST

પાટણઐતિહાસિક રાણીની વાવ (Rani Ni Vav in Patan) ખાતે આર્ટ ઓફ ક્રાફ્ટ સંસ્થા (Art of Craft Institute) દ્વારા વોટર ફેસ્ટિવલનું (Water Festival) આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખ્યાતના કલાકારોએ સંગીતના સૂર છેડી શ્રોતાઓને બોલાવ્યા હતા. તો રાણીની વાવને રોશનીથી ઝળહળતીકરવામાં આવી હતી.

પાટણમાં રાણી ની વાવ ખાતે વોટર ફેસ્ટિવલ યોજાયો, રંગબેરંગી લાઈટથી ઝળહળી ઉઠી રાણી ની વાવ

ભવ્યતાને ઉજાગર ગુજરાતની નામાંકિત સંસ્થાક્રાફ્ટ ઓફ આર્ટ દ્વારા ગુજરાતમાં આવેલા વિવિધ ઐતિહાસિક સ્થળોની ભવ્યતાને ઉજાગર કરવા માટે અને યુવાનો આપણા ભવ્ય ઇતિહાસને ઓળખતા થાય તે માટે આવા ઐતિહાસિક સ્થળોને રોશનીથી જગમગટ કરવામાં આવ્યું હતું. અહીં ગુજરાત અને દેશના નામાંકિત કલાકારોને બોલાવીને સુંદર મજાના સુગમ સંગીતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. વર્ષ 2015 માં પણ આ સંસ્થા દ્વારા પાટણની રાણ કી વાવ ખાતે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ આ સંસ્થા દ્વારા ફરી એકવાર હેરીટેઝ વિકના પ્રથમ દિવસે રાત્રે રાણીની વાવ ખાતે વોટર ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું.

રંગબેરંગી લાઈટોથી શણગારવામાં આ ફેસ્ટિવલ દર વખતે સરખેજ પ્લાઝા,અડાલજની વાવ અને ભદ્ર પ્લાઝામાં થાય છે પરંતુ આ વખતે ફરી વર્લ્ડ હેરિટેજ તરીકે ઘોષિત થયેલા રાણીકી વાવમાં યોજવામાં આવ્યું હતું . આ ફેસ્ટિવલમાં આદિત્ય ગઢવી , ઉતસાદ ફઝલ કુરૈશી , ઐયન અલીબગશ સંગીતના સૂર છેડયા હતા. મહારાષ્ટ્રના ઢોલ ત્રાસાએ લોકોને આકર્ષયા હતા . આ ફેસ્ટિવલની એક ખાસ વાત એ છે કે , તેમા દરેક હેરિટેજ સાઈટને લાઈડ્સથી સજાવવામાં આવે છે. અને મોન્યુમેન્ટને જ સ્ટેજના બેકડ્રોપ તરીકે વાપરવામાં આવે છે . ત્યારે હાલ પાટણની રાણી ની વાવને રંગબેરંગી લાઈટોથી શણગારવામાં આવી હતી.

વોટર ફેસ્ટિવ રાણીની વાવ ખાતે યોજાયેલા વોટર ફેસ્ટિવલમાં મહારાષ્ટ્રના ઢોલ ત્રાસાના 25 જેટલા કલાકારો દ્વારા ઢોલના ધબકારાઓથી કાર્યક્રમની ભવ્ય શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ તબલવાદક ઉસ્તાદ ફજલ કુરેશી અને સરોદવાદક અયાનઅલીની જુગલ બંદી રજૂ થઇ હતી. ગુજરાતના નામાંકિત યુવા લોકસંગીતકાર આદિત્ય ગઢવીએ પોતાના સ્વરોથી શ્રોતાઓને ડોલાવ્યાં હતા. જ્યારે કાર્યક્રમના હોસ્ટ તરીકે ટીવી અભિનેતા માનવ ગોહિલે સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંભાળ્યું હતું. આ પ્રસંગે ક્રાફટ ઓફ આર્ટ સંસ્થાના સ્થાપક અને આર્ટિસ્ટ ડિરેક્ટર બિરવા કુરેશી સહિત જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ,રાજકીય અને સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details