ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટણવાસીઓ પર આવી આફત, હવે આગામી 25 દિવસ સુધી નહીં મળે પીવાનું પાણી - Patan Nagarpalika

પાટણમાં પીવાનું પાણી પુરૂં પાડતા ફિલ્ટર પ્લાન્ટ ખાતે રિપેરિંગ કામ શરૂ (Repairing work at Water Filter Plant) કરવામાં આવ્યું છે. તેના કારણે હવે 20થી 25 દિવસ પીવાના પાણીનો સમય બદલાઈ જશે. જોકે, અહીં કેટલાક પરિવારોના પાણી સંગ્રહની કોઈ વ્યવસ્થા ન હોવાથી સ્થાનિકોએ પાણી માટે માગ ઊઠાવી (Water crisis in Patan) છે.

પાટણવાસીઓ પર આવી આફત, હવે આગામી 25 દિવસ સુધી નહીં મળે પીવાનું પાણી
પાટણવાસીઓ પર આવી આફત, હવે આગામી 25 દિવસ સુધી નહીં મળે પીવાનું પાણી

By

Published : Dec 13, 2022, 2:11 PM IST

પાટણશહેરની જનતાને આગામી 20થી 25 દિવસ માટે પીવાના પાણી મળવામાં (Water crisis in Patan) અનિયમિતતા જોવા મળશે. કારણ કે, અહીં પીવાનું પાણી પૂરું પાડતા ફિલ્ટર પ્લાન્ટ ખાતે રિપેરીંગ (Repairing work at Water Filter Plant) કામ શરૂ કરવામાં આવ્યું છે. એટલે હવે મળવાપાત્ર પીવાના પાણીના પૂરવઠાનો સમય અને જથ્થો ખોરવાઈ જશે.

પૂરવઠાનું સમયપત્રક ખોરવાયું આગામી 20થી 25 દિવસ રોજિંદા ક્રમ પ્રમાણે જેતે વિસ્તારોમાં ચોક્કસ સમયે અને જથ્થામાં મળતું પીવાના શુદ્ધ પાણીનો સમય (Water Filter Plant Siddhi Sarovar Patan) અને પુરવઠાનું સમયપત્રક ખોરવાઈ જશે. કારણ કે, પાટણનાં સિદ્ધિ સરોવર ખાતે (Siddhi Sarovar Patan) આવેલા વોટર ફિલ્ટર પ્લાન્ટ ખાતેની મશીનરી અને અન્ય બાબતોનું રિનોવેશન અને રિપેરીંગ કામ આજથી હાથ (Water crisis in Patan) ધરાયું છે.

અમુક પરિવારો આવતા પાણી પર જ નિર્ભર છે ફિલ્ટર પ્લાન્ટમાં કામગીરીના (Repairing work at Water Filter Plant) કારણે 25 દિવસ સુધી પાણી અનિયમિત રીતે મળશે. આ અંગેની જાહેરાત પાટણ નગરપાલિકાએ (Patan Nagarpalika) કરી છે. બીજી તરફ શહેરના પછાત અને ગરીબ વિસ્તારોમાં અનિયમિત પાણીને લઈ બૂમ ઊઠી છે. શહેરમાં કેટલાય પરીવારો એવા છે કે, જેમના ઘરોમાં પાણી સંગ્રહ માટે ટાંકા કે કુંડીઓની વ્યવસ્થા અને આવા પરીવારો 2 ટાઇમ આવતા પાણી ઉપર જ (Water crisis in Patan) નિર્ભર છે.

ટેન્કરથી પાણી મોકલવા માગ અનિયમિત પાણી પૂરવઠાના કારણે આવા પરિવારોની હાલત કફોડી બને તેમ છે. ત્યારે પાટણ નગરપાલિકાના (Patan Nagarpalika) સત્તાધીશો દ્વારા આવા પરિવારોની પાણીની જરૂરિયાત પૂર્ણ કરવા ટેન્કરો મારફરતે પીવાનું પાણી વિતરણ કરવું જોઈએ તેવી માગ ઊઠી (Water crisis in Patan) છે.

રિપેરીંગનો કોન્ટ્રાક્ટ અપાયો પાટણ નગરપાલિકા (Patan Nagarpalika) દ્વારા 72 લાખ રૂપિયાના ખર્ચે પાટણનાં ફિલ્ટર પ્લાન્ટનાં વિવિધ ભાગોનાં (Water Filter Plant Siddhi Sarovar Patan)રિપેરીંગ અને રિનોવેશન કરવાનો કોન્ટ્રાક્ટ અપાયો છે. તેનું કામ આજથી શરૂ કરાયું છે.

અત્યારે 3 મોટરથી કામ ચાલી રહ્યું છે આ અંગે જાણકારી આપતાં પાટણ નગરપાલિકાની (Patan Nagarpalika) વોટર વર્કસ શાખાનાં ચેરમેને જણાવ્યું હતું કે, પાટણનાં વોટર ફિલ્ટર પ્લાન્ટમાં (Water Filter Plant Siddhi Sarovar Patan) એમ. પાઈપ, નવા વાલ્વ, એર એગિગેશન સિસ્ટમ, ક્લોરિનેટર, ફ્લેક્સ મિક્સર, ઈલેક્ટ્રીક એસેસરીઝ, એલમ એગ્રીગેટર વગેરે જૂના થઈ ગયા હોવાથી તેને બદલીને નવા નાખવાની કામગીરી ચાલી રહી છે. અગાઉ આ ફિલ્ટર પ્લાન્ટથી શહેરનાં 17 વોટર વર્કસ પમ્પીંગ સ્ટેશનમાં અને ટાંકીઓમાં પાણી મોકલીને વિતરણ કરવા માટે 4 મોટરોનો ઉપયોગ થતો હતો. જોકે, અત્યારે 3 મોટરથી કામ ચાલી રહ્યું હોવાથી શહેરને પીવાનું પાણી પૂરતા પ્રમાણમાં અને પુરતા જથ્થામાં 20થી 25 દિવસ સુધી મળશે નહીં.

ABOUT THE AUTHOR

...view details