પાટણ:સરકારી કચેરીઓમાં અધિકારી કર્મચારીઓ વિવિધ કામો બાબતે અરજદારો પાસેથી લાંચ રૂપે રૂપિયાની માંગણી કરે છે. ત્યારે કેટલા અરજદારો પોતાના કામો સરળ કરવા માટે અધિકારીઓને લાંચ રૂપે પૈસા આપે છે. જ્યારે કેટલાક અરજદારો નિયમ પ્રમાણે કામ કરાવવા માટે પૈસા આપવા તૈયાર હોતા નથી. ત્યારે આવા અરજદારો એસીબી કચેરીનો સંપર્ક કરી હકીકત જણાવે છે.
રંગે હાથ ઝડપાયા:એસીબી કચેરીના જવાબદાર અધિકારીઓ અરજદારની વાતને ધ્યાને લઈ આવા લાંચિયા અધિકારી કર્મચારીઓને રંગે હાથ ઝડપવા માટે છટકું ગોઠવી આરોપીઓને ઝડપે છે. પાટણ જિલ્લાના વારાહી પોલીસ સ્ટેશનમાં પણ એક ગુનાના કામમાં આરોપીનું નામ નહીં ખોલવા બાબતે કોન્સ્ટેબલ અને વચેટીયો લાંચની રકમ લેતા એસીબીના છટકમાં રંગે હાથ ઝડપાયા છે.
કાયદેસરની કાર્યવાહી:પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકતાના વારાહી પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ વતી શકમંદ આરોપીનું નામ નહીં ખોલવા તેમજ તેની ધરપકડ નહીં કરવા વચેટીયાએ રૂપિયા 3,50,000 ની રકમ માંગી હતી. ફરીયાદીએ એ.સી.બી.ને ફરિયાદ કરી હતી. પછી છટકુ ગોઠવી પોલીસ કોન્સ્ટેબલ અને વચેટીયાને રૂપિયા 3,50,000 ની લાંચ લેતા રંગે હાથ પકડાવ્યા હતા. આ બનાવને પગલે પાટણ જિલ્લા પોલીસબેડામાં ભારે ખળભળાટ મચ્યો છે .એસીબીની ટીમે બંનેને ડિટેઇન કરી વધુ પૂછપરછ સાથે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઝડપી લેવા છટકુ ગોઠવ્યું: આ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વારાહી પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ સીઆરપીસી 41-1 ડી ) ના ગુનામાં ફરીયાદીના ભત્રીજાનું નામ શકમંદ આરોપી તરીકે આપ્યુ હતું . તેની ધરપકડ નહીં કરવા તેમજ આરોપી તરીકે નામ નહીં ખોલવા વારાહી પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ હરીસિંહ સરદારસિંહ વાઘેલા વતી વચેટીયા ઈકબાલખાન કરીમખાન મલેકે રપિયા 3,50,000 ની રકમ માંગી હતી. ફરિયાદી લાંચની આ રકમ આપવા માંગતા ન હોય એસીબી પોલીસનો સંપર્ક કર્યો હતો અને બંનેને ઝડપી લેવા છટકુ ગોઠવ્યું હતું.
- Patan News : કમોસમી વરસાદથી નુકસાનગ્રસ્ત ખેતરોની કલેકટરે મુલાકાત લીધી, નુકસાનીનો સર્વે માટે આટલી ટીમની રચના
- Patan Crime: ટ્રેકટર છોડવવાના કેસમાં પોલીસ કર્મી અને વચેટીયો લાંચ લેતા ઝડપાયા