પાટણઃ પાટણ નગરપાલિકાના 11 વોર્ડની ચૂંટણી આગામી નવેમ્બરમાં યોજાય તેવી સંભાવના છે, જેના ભાગરૂપે રાજ્ય ચૂંટણી આયોગની સૂચના મુજબ મતદાર નોંધણી અધિકારીઓએ સ્થાનિક કક્ષાએ પ્રાથમિક મતદાર યાદી પ્રસિદ્ધ કરી છે. આ યાદીમાં પાટણ નગરપાલિકાની મતદાર યાદી પ્રસિદ્ધ કરતા 11 વોર્ડમાં કુલ 1,19,120 મતદારો થાય છે, જેમાંથી પુરુષ મતદાર 61,272, સ્ત્રી મતદાર 57,842 અને અન્ય 5 મતદારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ મતદાર યાદીની ખરાઈ કરી જો કોઈ વાંધા-સૂચનો હોય તો એક સપ્તાહ સુધીમાં મોકલી આપવા પડશે.
પાટણ નગરપાલિકાની મતદાર યાદી જાહેર, મતદાન મથકોની સંખ્યા ઘટી - Polling stations
પાટણ નગરપાલિકાની સંભવિત નવેમ્બર 2020માં યોજાનારી સામાન્ય ચૂંટણીને લઈ રાજ્ય ચૂંટણી આયોગે નવી મતદાર યાદી પ્રસિદ્ધ કરી છે. આ મતદાર યાદીની ખરાઈ કરી કોઈ વાંધા-સૂચનો હોય તો એક સપ્તાહમાં રજૂ કરવા જણાવાયું છે.
પાટણ નગર પાલિકાની મતદાર યાદી જાહેર, મતદાન મથકોની સંખ્યા ઘટી
પાટણ નગરપાલિકાની 2020ની સામાન્ય ચૂંટણીમાં મતદાન મથકોની સંખ્યામાં ઘટાડો કરાયો છે. વર્ષ 2015ની સામાન્ય ચૂંટણીમાં પાટણ શહેરમાં 139 બૂથ હતા. પાટણ નગરપાલિકાના ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણી પંચને આ વખતે 139 બૂથની યાદી દરખાસ્ત રૂપે મોકલી હતી, પરંતુ ચૂંટણી પંચે ઘટાડો કર્યો છે અને હવે પાટણમાં નવા સુધારેલા બૂથની સંખ્યાની યાદી પ્રમાણે 112 બુથ રહેશે એટલે કે 27 બૂથનો ઘટાડો કરાયો છે.