- પાટણમાં કોરોના સંક્રમણ અટકાવવા માટે કલેકટરે વિવિધ સંગઠનો સાથે બેઠક યોજી
- કોરોના સંક્રમણને અટકાવવા માટે લેવામાં આવ્યો નિર્ણય
- 7 એપ્રિલથી સાંજે પાંચ વાગ્યા બાદ તમામ વેપાર-ધંધા બંધ રાખવા લેવાયો નિર્ણય
- રવિવારે તમામ બજારો સંપુર્ણપણે બંધ રહેશે
પાટણઃ જિલ્લા કલેક્ટર સુપ્રીતસિંધ ગુલાટીએ બેઠકમાં પાટણ જિલ્લામાં વધી રહેલા કોરોના સંક્રમણ અને તેના માટે વહીવટીતંત્ર દ્વારા કરાયેલી તૈયારીઓ અને પ્રયાસોની વિગતો આપીને સતત વધતા કોરોના સામે શું પગલા લેવા જોઈએ એ માટે ઉપસ્થિત સૌના સલાહ–સૂચનો માંગ્યા હતા. ઉપસ્થિત સૌ હોદ્દેદારો અને મહાનુભવો તરફથી અત્યારના સમયમાં વધતા કોરોનાના કેસ સામે વેપારીઓ સ્વૈચ્છિક રીતે સાંજના સમય બાદ પોતાના ધંધા–રોજગાર બંધ રાખે એવું સર્વસામાન્ય સૂચન મળ્યું હતું.
7 એપ્રિલથી સાંજના 5 વાગ્યા પછી પાટણમાં વેપાર બંધ કરવાનો સ્વૈચ્છિક નિર્ણય આ પણ વાંચોઃકોરોનાની સંક્રમણ વધતા મોરબીમાં હોલસેલની દુકાનો બપોર પછી બંધ રહી
પાંચ વાગ્યા બાદ ઘરની બહાર ન નીકળવા નગરજનોને વહીવટી તંત્રે કરેલી અપીલ
બેઠકને અંતે સર્વાનુમતિથી એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે, 7 એપ્રિલથી સાંજના 5 વાગ્યા બાદ પાટણના તમામ વેપારીઓ સ્વૈચ્છિક રીતે પોતાના તમામ વેપાર–ધંધા બંધ રાખશે અને રવિવારના દિવસે સંપુર્ણ બજારો બંધ રહેશે. જેમાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સંપુર્ણ સાથ સહકાર આપવામાં આવશે. જેના લીધે બજારોમાં એકઠી થતી ભીડના લીધે વધતાં કોરોના વાઇરસના સંક્રમણ પર કાબૂ મેળવી શકાશે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ પાટણના તમામ નાગરિકોને સાંજે ૫ વાગ્યા બાદ ઘરથી બહાર ન નીકળવા માટે ખાસ અપીલ કરવામાં આવી છે.
7 એપ્રિલથી સાંજના 5 વાગ્યા પછી પાટણમાં વેપાર બંધ કરવાનો સ્વૈચ્છિક નિર્ણય બજારો બંધ રાખવાનો નિર્ણય લેવાયો કોરોના વાઇરસનું સંક્રમણ સમગ્ર દેશ અને રાજ્યમાં વધી રહ્યું છે. ત્યારે પાટણ જિલ્લા વેપારી એસોસિએશન દ્વારા સ્વૈચ્છિક રીતે બજારો બંધ રાખવાનો નિર્ણય આવકારદાયક છે. જેના લીધે કોરોના સંક્રમણને કાબૂમાં લઈ પરિસ્થિતિ વધુ ગંભીર બને એ પહેલા તેને નિયંત્રણમાં લઈ શકાશે.
આ પણ વાંચોઃબનાસકાંઠા જિલ્લામાં કોરોના કેસમાં વધારો, પાલનપુર સ્વયંભૂ બંધ