ગુજરાત

gujarat

ETV Bharat / state

Cm Weapons Demonstration: પોલિસ હેડક્વાટર્સ ખાતેના શસ્ત્ર પ્રદર્શનની મુખ્ય પ્રધાને મુલાકાત લીધી - પોલિસ હેડક્વાટર્સ ખાતેના શસ્ત્ર પ્રદર્શનની મુખ્ય પ્રધાને મુલાકાત લીધી

ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી અંતર્ગત પાટણ જિલ્લા પોલીસ અને બીએસએફના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા ત્રિદિવસીય શસ્ત્ર પ્રદર્શનની રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે મુલાકાત (Cm Weapons Demonstration) લીધી હતી અને બીએસએફ તથા ગુજરાત પોલીસના શાસ્ત્રોનું નિરીક્ષણ કરી અધિકારીઓ પાસેથી માહિતી મેળવી હતી.

પોલિસ હેડક્વાટર્સ ખાતેના શસ્ત્ર પ્રદર્શનની મુખ્ય પ્રધાને મુલાકાત લીધી
પોલિસ હેડક્વાટર્સ ખાતેના શસ્ત્ર પ્રદર્શનની મુખ્ય પ્રધાને મુલાકાત લીધી

By

Published : May 1, 2022, 4:25 PM IST

પાટણ: ગુજરાત સ્થાપના દિવસની પાટણ ખાતે ઉજવણી થઇ રહી છે. ત્યારે પાટણ પોલીસ હેડક્વાટર્સ ખાતે અધ્યતન અને આધુનિક શસ્ત્ર-સરંજામ પ્રદર્શન (Cm Weapons Demonstration) જાહેર જનતા માટે ત્રણ દિવસ માટે ખુલ્લું મૂકવામાં આવ્યુ છે, ત્યારે ગુજરાત ગૌરવ દિવસ અંતર્ગત પાટણ જિલ્લા પોલીસ અને બીએસએફના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા ત્રિદિવસીય શસ્ત્ર પ્રદર્શનની રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે મુલાકાત (CM patan visit) લીધી હતી અને બીએસએફ તથા ગુજરાત પોલીસના શાસ્ત્રોનું નિરીક્ષણ કરી અધિકારીઓ પાસેથી માહિતી મેળવી હતી.

પોલિસ હેડક્વાટર્સ ખાતેના શસ્ત્ર પ્રદર્શનની મુખ્ય પ્રધાને મુલાકાત લીધી

આ પણ વાંચો:દેશના ફાર્મા ઉધોગમાં ગુજરાતનો નોંધનીય ફાળો, જાણો કેટલુ છે યોગદાન

આ શસ્ત્ર પ્રદર્શન (Patan Weapons Demonstration) નિહાળવા માટે છેલ્લા બે દિવસથી મોટી સંખ્યામાં નગરજનો આવી રહ્યા છે અને ભારતીય સૈન્ય (Indian army Patan Weapons Demonstration) તેમજ ગુજરાત પોલીસ પાસેના અધ્યતન શસ્ત્રો અંગેની જાણકારી મેળવી અભિભૂત થયા છે, ત્યારે આજે 62મા સ્થાપના દિવસ (Gujarat Foundation day 2022)ની ઉજવણી નિમિત્તે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે પોલીસ હેડ ક્વાટર્સ ખાતે આયોજીત શસ્ત્ર પ્રદર્શનની મુલાકાત લીધી હતી.

પોલિસ હેડક્વાટર્સ ખાતેના શસ્ત્ર પ્રદર્શનની મુખ્ય પ્રધાને મુલાકાત લીધી

આ પણ વાંચો:Gujarat Gaurav Divas 2022 : ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી નિમિત્તે મુખ્યપ્રધાને પાટણ જિલ્લાને આપી કરોડોના વિકાસ કામોની ભેટ

નિદર્શનમાં મૂકાયેલ અધ્યતન અને આધુનિક શસ્ત્ર-સરંજામનું મુખ્યપ્રધાને રસપૂર્વક નિરીક્ષણ કરી સૈન્યના અધિકારીઓ પાસેથી માહિતી મેળવી હતી. પાટણના નાગરિકો સૈન્યના શસ્ત્રોથી અવગત થાય તેમજ રાષ્ટ્રભાવના વિકસે તે માટે આ પ્રદર્શનનું આયોજન કરાયું છે, જેમાં બી.એસએફ અને પોલીસ દ્વારા અત્યાધુનિક શસ્ત્રો પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details