પાટણ રાજ્યના દરેક નાગરિકોનું જીવન ઉત્તમ બને અને તેનો લાભ છેવાડાના (Patan APMC program) નાગરિકોને મળે તે માટે રાજ્ય સરકાર વિકાસલક્ષી અનેક કાર્યો કરે છે. રાજ્યમાં તાલુકા તેમજ જિલ્લા કક્ષાએ વિશ્વાસથી વિકાસ કાર્યક્રમની હાલમાં ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઝુંબેશ અંતર્ગત વિવિધ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવી રહ્યા છે, ત્યારે પાટણ APMC હોલ ખાતે પ્રભારી પ્રધાન જગદીશ વિશ્વકર્માના હસ્તે 89.86 કરોડના 74 કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.(Jagdish Vishwakarma Attack on aap)
મફતની રેવડી વેચવા આવનાર કાળો નાગ, નાથવા માટે PM મોદી માહિર : રાજ્યપ્રધાન - Patan Jagdish Vishwakarma Khatmuhurta
પાટણ APMC હોલ ખાતે રાજ્યકક્ષાના (Patan APMC program) પ્રધાન જગદીશ વિશ્વકર્માના હસ્તે વિશ્વાસથી વિકાસયાત્રા અંતર્ગત કુલ 88 કરોડના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જગદીશ વિશ્વકર્માએ કેજરીવાલ ઉપર આડકતરી રીતે આકરા (Jagdish Vishwakarma Attack on aap) પ્રહારો કર્યા હતા. જગદીશ વિશ્વકર્માએ કહ્યું હતું કે, ગુજરાતની પ્રજાને મફતની રેવડીના વચનો આપનાર કાળો નાગ છે. (Vishwasthi vikasyatra at Patan APMC)
મફતની રેવડી, કાળો નાગ APMC હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં રાજ્યના મુખ્યપ્રધાન ગાંધીનગરથી (Launch and Khatamuhurta in Patan) વર્ચ્યુઅલ જોડાયા હતા. પ્રભારી પ્રધાન લોકોની વચ્ચે જઈને લોકો સાથે વાતચીત કરી હતી અને લોકો પાસે જઈ શહેરમાં થઈ રહેલા વિકાસ અંગેના મંતવ્યો મેળવ્યા હતા. આ પ્રસંગે તેઓએ કેજરીવાલ પર આકરા પ્રહારો કર્યા હતા અને જણાવ્યું હતું કે, ગુજરાતની પ્રજાને મફતની રેવડીના વચનો આપનાર કાળો નાગ છે. ગુજરાતની સ્વાભિમાની પ્રજા મફતની આ રેવડીના ચક્કરમાં કદી ફસાશે નહીં. ફુમફળા મારતા આ કાળા નાગને નાથવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માહિર છે. (Vishwasthi vikasyatra at Patan APMC)
વિકાસના કામો પાટણ જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ અંતર્ગત 182.80 કરોડના ખર્ચે કુલ 83 નવીન રસ્તાના કામો મંજૂર કરવામાં આવ્યા છે. વિવિધ તાલુકામાં મંજૂર થયેલા નવીન રસ્તાઓના કામો પૈકી કુલ 26.80 કરોડના 18 કામોનું ખાતમુહૂર્ત તેમજ ગત વર્ષના 20.01 કરોડના 17કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ રસ્તાઓના કામોનું નવીકરણ તેમજ મજબૂતીકરણ કરવાથી ગ્રામજનો મુખ્ય તાલુકા તેમજ જિલ્લા મથકે આવવા જવામાં ખેડૂતોને, ગામમાં વસવાટ કરતા ગ્રામજનો સુધી સ્વાસ્થ્ય સુવિધા પહોંચાડવામાં સરળતા રહેશે. જેથી પાટણ જિલ્લાના લોકોની સુખાકારીમાં વધારો થશે. Jagdish Vishwakarma aap strike, Patan Jagdish Vishwakarma Khatmuhurt